બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કેનેડામાં અંધેરરાજ! ખાલિસ્તાન સામે બોલ્યા હિન્દુ સાંસદ તો થઈ કાર્યવાહી, ચૂંટણી નહીં લડી શકે
Last Updated: 05:16 PM, 21 March 2025
કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રુડોની પાર્ટી જે ખાલિસ્તાન તરફી હોવાનું કહેવાય છે, તેણે તેમની ટિકિટ રદ કરી દીધી છે. ચંદ્ર આર્યએ પોતે આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે લિબરલ પાર્ટીએ નેપિયનમાં ફરીથી ચૂંટણી લડવા માટે તેમનું નામાંકન રદ કર્યુ છે.
ADVERTISEMENT
I have been informed by the Liberal Party that my nomination as the candidate for the upcoming federal election in Nepean has been revoked.
— Chandra Arya (@AryaCanada) March 21, 2025
While this news is deeply disappointing, it does not diminish the profound honour and privilege it has been to serve the people of Nepean —… pic.twitter.com/Kw5HcsRf6Q
કેનેડાનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને ખાલિસ્તાનની ખુલ્લેઆમ ટીકા કરવી મોંઘી સાબિત થઈ છે. હકીકતમાં, શાસક લિબરલ પાર્ટીએ તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રુડોની પાર્ટી, જે ખાલિસ્તાન તરફી હોવાનું કહેવાય છે, તેણે તેમની ટિકિટ રદ કરી દીધી છે.
ADVERTISEMENT
ચંદ્ર આર્ય ચૂંટણી લડી શકશે નહીં
કેનેડિયન હિન્દુ સાંસદ ચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે લિબરલ પાર્ટીએ નેપિયનમાં ફરીથી ચૂંટણી લડવા માટે તેમનું નામાંકન રદ કર્યું છે. કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓના કટ્ટર ટીકાકાર 62 વર્ષીય ચંદ્ર આર્ય ત્રણ વખત સાંસદ છે અને 2015 થી ઓટાવામાં નેપિયન બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચોઃ એક ઈંડુ ખરીદવા માટે લોકો કેમ કરી રહ્યા છે પડાપડી? કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો, જાણો મામલો
નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હતો
લિબરલ પાર્ટીના રાષ્ટ્રીય ઝુંબેશના સહ-અધ્યક્ષ એન્ડ્રુ બેવનના પત્રમાં આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. આર્યને હટાવવાનો નિર્ણય પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોની જગ્યાએ નેતૃત્વની દોડમાં ચુટણી લડવા લગભગ બે મહિના પહેલા લેવામાં આવ્યો હતો.
ટ્વિટર પર આર્ય દ્વારા શેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની "ગ્રીન લાઇટ કમિટી" દ્વારા મળેલી જાણકારીને કારણે અભિયાનના સહ-અધ્યક્ષોએ ભલામણ કરી છે કે તેમનો "ઉમેદવાર તરીકેનો દરજ્જો" રદ કરી દેવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.