બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:09 AM, 14 June 2025
Israel-Iran Tensions Latest Updates: ઈરાન પર ઇઝરાયલી હુમલા પછી શરૂ થયેલા સંઘર્ષ વચ્ચે ઈરાને શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા. આ 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ' અભિયાન હેઠળ તેહરાન દ્વારા કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Israel-Iran Tensions Latest Updates: ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ' એ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી, આઇઆરજીસી ચીફ મેજર જનરલ હુસૈન સલામી અને આઇઆરજીસી એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહ સહિત અનેક ઈરાની અધિકારીઓની હત્યાનો બદલો છે.
🚨Israelis are currently running for shelter in northern Israel as sirens sound due to another missile launch from Iran🚨 pic.twitter.com/z7usPFTwKT
— Israel Defense Forces (@IDF) June 14, 2025
ADVERTISEMENT
ઈરાન પર ઇઝરાયલી હુમલા પછી શરૂ થયેલા સંઘર્ષ વચ્ચે ઈરાને શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા. આ 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ' અભિયાન હેઠળ તેહરાન દ્વારા કરવામાં આવ્યું છે. આ હુમલો ઇઝરાયલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હવાઈ હુમલાના સીધા જવાબમાં છે, જેમાં મુખ્ય ઈરાની લશ્કરી અને પરમાણુ માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ' એ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી, આઇઆરજીસી ચીફ મેજર જનરલ હુસૈન સલામી અને IRGC એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહ સહિત અનેક ઈરાની અધિકારીઓની હત્યાનો બદલો છે.
ADVERTISEMENT
શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલના ઓપરેશન રાઇઝિંગ લાઇન સામે ઇરાને 'ટ્રુ પ્રોમિસ 3' લશ્કરી કાર્યવાહી શરૂ કરી. ઇરાને 100 થી વધુ મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો કર્યો. આનાથી રાજધાની તેલ અવીવમાં ઘણા ઘરોને નુકસાન થયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભોપાળું / જયપુરથી બેંગ્લુરૂ જઇ રહેલી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી
ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. ઈરાન દ્વારા ઉત્તર ઈઝરાયલમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. લોકોને બોમ્બથી બચવા માટે આશ્રયસ્થાનોમાં જવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઈરાનની સેનાએ ઈઝરાયલ સામે વળતો પ્રહાર કર્યો. આ પછી રાજધાની તેહરાનમાં ઉત્સવનો માહોલ છે. લોકો ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઈઝરાયલી મીડિયા અનુસાર, ઈરાનના હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને ડઝનેક ઘાયલ થયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ રસ્તાઓ પર ઉજવણી કરતી જોવા મળી હતી.
ADVERTISEMENT
ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા છે
ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. ઈરાન દ્વારા ઉત્તર ઈઝરાયલમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. લોકોને બોમ્બથી બચવા માટે આશ્રયસ્થાનોમાં જવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.