બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ગુરુદ્વારા બાદ હવે કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, ફરીથી ખાલિસ્તાની સમર્થકોએ કર્યા ટાર્ગેટ
Last Updated: 08:11 AM, 21 April 2025
કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. CHCC (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ) એ એક વીડિયો શેર કર્યો છે અને આ હુમલાની સખત નિંદા કરી છે અને કેનેડામાં 'હિન્દુફોબિયા' પર ચિંતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) એ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. સંગઠને તેને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ તોડફોડ ગણાવી છે અને તેને '#Hinduphobia' નું ઘૃણાસ્પદ ઉદાહરણ ગણાવ્યું છે.
🚨 We strongly condemn the vandalism of Laxmi Narayan Mandir in BC by Khalistani extremists.
— Canadian Hindu Chamber of Commerce (@chcconline) April 20, 2025
This act of #Hinduphobia has no place in Canada.
We urge swift action & ask all Canadians to stand united against hate.
🛑 Silence is not an option.#CHCC #StopHinduphobia pic.twitter.com/flL0Or6Ezc
ADVERTISEMENT
'આ પ્રકારની નફરતનું કેનેડામાં કોઈ સ્થાન નથી'
CHCC એ પોતાના નિવેદનમાં કહ્યું, 'આ પ્રકારની નફરત ભરલી હરકતોને કેનેડામાં કોઈ સ્થાન નથી.' તેમણે કેનેડાની તમામ સરકારો પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે અને તમામ કેનેડીયન નાગરિકોને નફરત વિરુદ્ધ એકજુથ થવાની અપીલ કરી છે.
ગુરુદ્વારા ને પણ બનાવ્યું હતું ટાર્ગેટ
બીજી બાજુ કેનેડાના વેંકૂવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારાને પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. સમર્થકોએ અહીં ખાલિસ્તાની સૂત્રો લખ્યા હતા. આ ઘટના બાદ શીખ સમુદાયમાં ગુસ્સો છે અને આ માટે શીખ અલગતાવાદીઓના એક નાના જૂથને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો: જેલ નહીં પણ સ્વર્ગ! દુનિયાની આ જેલોમાં કેદીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકલ પોલીસે જણાવ્યું હતું કે શનિવારે ગુરુદ્વારામાં થયેલી તોડફોડની ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. વેંકૂવર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ ગુરુદ્વારા પર લખેલા નારાની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.