બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:42 PM, 17 May 2025
Israel and Hamas War: ઇઝરાયલી સેના ગાઝા પર સંપૂર્ણ કબજો કરવા અને હમાસને ખતમ કરવાના ઇરાદાથી સતત હુમલો કરી રહી છે. શનિવારે પણ ગાઝા પટ્ટી પર મોટો હુમલો થયો હતો, જેમાં 150 લોકો માર્યા ગયા છે. 450 થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા બે દિવસમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે.
ADVERTISEMENT
🇮🇱⚔️🇵🇸
— Islamist Cannibal (@Raviagrawal300) May 17, 2025
Last Night, Israeli attack on terror Location in Jabaliyah, Northern Gaza pic.twitter.com/6ciDdfjzGR
ઇઝરાયલી સેના ગાઝામાં વિનાશ મચાવી રહી છે. આઇડીએફ હમાસને ખતમ કરવાના ઇરાદાથી સતત હુમલો કરી રહ્યું છે. શનિવારે પણ એક મોટો હુમલો થયો હતો, જેમાં 150 લોકો માર્યા ગયા છે. 450 થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા બે દિવસમાં અહીં 300 થી વધુ લોકો માર્યા ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટીના ઘેરાબંધી અને બોમ્બમારા વિસ્તારમાં હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. દરમિયાન હમાસે યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવા સંમતિ આપી છે.
ADVERTISEMENT
શનિવારે કતારમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે હમાસે યુદ્ધ સમાપ્ત કર્યા વિના વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ મોટા પાયે હવાઈ હુમલાઓ પછી હમાસના પ્રતિનિધિઓ ચર્ચા કરવા સંમત થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલના તાજેતરના બોમ્બમારામા મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી થયેલા હુમલાઓમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.
24 કલાકમાં ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર વિનાશ વેર્યો છે. શનિવારે રાત્રે ગાઝાના દિર-અલ-બલાહમાં એક મોટો હવાઈ હુમલો થયો. આ હુમલાઓમાં એક અસ્થાયી કેમ્પને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં તે લોકો માર્યા ગયા જેઓ અન્ય સ્થળોએથી સ્થળાંતર કરીને દિર-અલ-બલાહમાં આ તંબુ કેમ્પમાં પહોંચ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ઘણા બાળકો અને મહિલાઓ પણ છે. શુક્રવારે પણ આઇડીએફએ હવાઈ હુમલો કર્યો અને હમાસના ઠેકાણાઓનો નાશ કર્યો.
ગુરુવારથી ઇઝરાયલી હુમલાઓમાં 300 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયલનો દાવો છે કે તેણે ઘણા હમાસ આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. યુદ્ધ વચ્ચે આરબ દેશોના નેતાઓ શનિવારે બગદાદમાં ભેગા થયા હતા. તેમણે ગાઝામાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી. આ સમય દરમિયાન પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ગાઝા પટ્ટીની વહીવટી અને સુરક્ષા જવાબદારીઓ સંભાળવાની માંગ કરી અને હથિયારો હમાસને સોંપવાની સલાહ આપી.
આ પણ વાંચોઃ નિવેદન / 'મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું, પણ મને શ્રેય નહીં મળે...' ભારત-પાક યુદ્ધવિરામ પર ડોનાલ્ડ ટ્રમ્પ
ગાઝા પરના આ હુમલાઓના થોડા કલાકો પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અહીંની વર્તમાન પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગાઝા સહિત સમગ્ર વિશ્વને ખાતરી આપી છે કે આવતા મહિના સુધીમાં ગાઝામાં પરિસ્થિતિ બદલાઈ જશે. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે તે કેવી રીતે અને ક્યારે શરૂ થશે. ગાઝામાં હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દરરોજ ઇઝરાયલી બોમ્બમારાથી મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. વિદેશી રાહત પર ઇઝરાયલી પ્રતિબંધોને કારણે ગાઝા ભૂખમરાની અણી પર પહોંચી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT