બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 09:40 AM, 20 June 2025
Baba Vanga Third World War Prediction : દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ફક્ત બે દેશો સુધી મર્યાદિત ન રહી શકે, પરંતુ તે આખી દુનિયાને અસર કરી શકે છે. કેટલાક દેશો ઈરાનના પક્ષમાં છે, જ્યારે કેટલાક દેશો ઈઝરાયલ સાથે ઉભા છે. અમેરિકા આ યુદ્ધમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે, પરંતુ તેમણે અંતિમ આદેશ સુધી રાહ જોવાનું કહ્યું છે. આ સમયે દુનિયા લાંબા યુદ્ધના ભયથી ઘેરાયેલી છે. આ ભય વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું બાબા વેંગાની આ આગાહી પણ સાચી પડી રહી છે? નોંધનીય છે કે, બાબા વાંગાએ વર્ષ 2025માં ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી લોકોના મનમાં ભય પેદા થયો છે.
ADVERTISEMENT
બલ્ગેરિયાના અંધ બાબા વેંગાની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. આ કારણે તેમને બાલ્કન ક્ષેત્રના નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે. નોસ્ટ્રાડેમસ એક ફ્રેન્ચ જ્યોતિષી હતા જે તેમની સચોટ આગાહીઓ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. આ બંને પયગંબરોએ 2025 માં ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆતની આગાહી કરી છે.
ADVERTISEMENT
બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પહેલાં બાબા વેંગાએ 5079 સુધીની આગાહીઓ કરી હતી. બાબા વેંગાએ સોવિયેત યુનિયનના વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 09/11 ના હુમલા સહિત ઘણી આગાહીઓ કરી હતી, જે સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે.
આ પણ વાંચો : ઇતિહાસની સૌથી મોટી ડેટા ચોરી, 16 અબજ લોકોના એકાઉન્ટ પાસવર્ડ લીક
ADVERTISEMENT
બાબા વેંગાએ આગાહી કરી હતી કે, 2025 સુધીમાં યુરોપમાં એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે. તેમણે આગાહી કરી હતી કે, 2025માં યુરોપમાં એક સંઘર્ષ થશે જે વિશ્વના અંતની શરૂઆત કરશે. આ સંઘર્ષ ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે, 2025 માં આવી ભયંકર ઘટનાઓ બનશે જે માનવતાના અંત તરફ દોરી જશે. બાબા વેંગાની સૌથી ભયાનક ભવિષ્યવાણી ત્રીજા વિશ્વયુદ્ધ વિશે છે. તેમણે દાવો કર્યો હતો કે, ત્રીજું વિશ્વયુદ્ધ 2025 માં શરૂ થશે. જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે તો વિશ્વમાં મોટા પાયે વિનાશ થશે. આ કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.