બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / હવે અમેરિકામાં 41 દેશોના નાગરિકોને નહીં મળે એન્ટ્રી! ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
Last Updated: 01:24 PM, 15 March 2025
Donald Trump : અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ તરફ હવે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ફક્ત એક કે બે નહીં પરંતુ 41 દેશોને આંચકો આપવાના છે. વાસ્તવમાં આગામી થોડાક દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણા દેશો પર નવો મુસાફરી પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં 41 દેશોના નામ સામેલ છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે જે હેઠળ પાકિસ્તાન સહિત 41 દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવશે. આ સંદર્ભમાં 10 દેશોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા જેવા ઘણા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના વિઝા સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવશે.
🚨Update: Draft 3-tier Trump travel BAN to hit 43 countries! — NYT
— US Homeland Security News (@defense_civil25) March 15, 2025
NO ENTRY for 11 ‘red’ countries!
Visas for Russians, Belarusians and Pakistanis ‘sharply restricted!’
Many African nations on ‘yellow’ list! pic.twitter.com/pfap4YFbxV
ADVERTISEMENT
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બીજી યાદીમાં 5 દેશોના નામ શામેલ હશે જેમના વિઝા આંશિક રીતે સસ્પેન્ડ કરવામાં આવશે. આ યાદીમાં એરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સુદાનના નામ જોવા મળશે. આનાથી પ્રવાસી અને વિદ્યાર્થી વિઝા તેમજ ઇમિગ્રન્ટ વિઝા પર અસર પડી શકે છે.
અમેરિકામાં મુસાફરી પ્રતિબંધની ત્રીજી યાદીમાં પાકિસ્તાન અને ભૂટાન સહિત 26 દેશોનો સમાવેશ થશે. આ દેશોના નાગરિકોના વિઝા પર પણ આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે. જો આ દેશોની સરકારો 60 દિવસની અંદર બધી વિઝા ખામીઓ દૂર નહીં કરે તો વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે.
વધુ વાંચો : સુનિતા વિલિયમ્સ હવે ક્યારેય ચાલી જ નહી શકે? ચોંકાવનારો ખુલાસો
ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી મંજૂરી લેવી પડશે
એક અહેવાલ મુજબ વિદેશ પ્રધાન માર્કો રુબિયો સહિત સમગ્ર ટ્રમ્પ વહીવટીતંત્ર આ નવા મુસાફરી પ્રતિબંધને મંજૂરી આપશે ત્યારબાદ તેને અમેરિકામાં લાગુ કરી શકાશે. નોંધનિય છે કે, આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશો પર મુસાફરી પ્રતિબંધ લગાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.