બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એમેઝોનની મોટા પાયે છટણીની તૈયારી, 14000 મેનેજરની નોકરી પર લટકતી તલવાર!

વિશ્વ / એમેઝોનની મોટા પાયે છટણીની તૈયારી, 14000 મેનેજરની નોકરી પર લટકતી તલવાર!

Last Updated: 06:07 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન ઓપરેશનલ એફિશિએંસી વધારવા માટે લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી કંપનીને વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન ડોલરની બચત થશે.

Amazon Layoff: એમેઝોન ઓપરેશનલ એફિશિએંસી વધારવા માટે લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી કંપનીને વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન ડોલરની બચત થશે.

ઈ-કોમર્સ કંપની એમેઝોન 2025 ની શરૂઆત સુધીમાં લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની યોજના બનાવી રહી છે, જેથી કંપની વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન ડોલર બચાવી શકે. વિશ્વભરમાં કંપનીની ઓફિસોમાં મેનેજમેન્ટ વર્કફોર્સમાં 13 ટકાનો ઘટાડો કર્યા પછી મેનેજરોની સંખ્યા 105770 થી ઘટીને 91,936 થઈ જશે. ઓછા મેનેજરો હોવાથી બિનજરૂરી ઓર્ગેનાઇજેશનલ લેયર્સ દૂર થશે અને કંપનીના ગ્રોથમાં મદદ મળશે.

આ કારણે છટણી કરવામાં આવી રહી છે

અગાઉ એમેઝોનના કોમ્યુનિકેશન્સ અને સસ્ટેનેબિલિટી યુનિટમાંથી પણ કર્મચારીઓને તાજેતરમાં છૂટા કરવામાં આવ્યા હતા કારણ કે કંપની તેની ટીમોનું પુનર્ગઠન કરીને કામગીરીને સરળ બનાવવા માંગે છે. બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા અનુસાર કંપનીમાં છટણી સીઈઓ એન્ડી જેસીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે. આ તેમની કાર્યક્ષમતા વધારવા અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. જેસીએ વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં વ્યક્તિગત યોગદાન આપનારાઓ અને મેનેજરોના ગુણોત્તરને ઓછામાં ઓછા 15 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યુ છે.

amazone-prime.jpg

કર્મચારીઓની અક્ષમતાઓની કરાય છે ઓળખ

મોર્ગન સ્ટેનલીના એક અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે એમેઝોન આગામી સમયમાં તેના મેનેજમેન્ટ વર્કફોર્સમાં લગભગ 13,834નો ઘટાડો કરી શકે છે. મોર્ગન સ્ટેનલીના મતે એમેઝોનના 7 ટકા કર્મચારીઓ મેનેજમેન્ટ હોદ્દા પર છે. આ દરેકનો ખર્ચ વાર્ષિક બે લાખથી સાડા ત્રણ લાખ ડોલરની વચ્ચે થાય છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ કર્મચારીઓ માટે ખુશખબર! સરકાર આ તારીખે DA વધારાની કરશે જાહેરાત, જાણો કેટલો વધશે પગાર

કંપનીએ તેની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે 'બ્યુરોક્રેસી ટિપલાઇન' શરૂ કરી છે. આ અંતર્ગત કર્મચારીઓની બિનકાર્યક્ષમતાઓને ઓળખવામાં આવશે. આ અંગે મેનેજરોને પણ સૂચનાઓ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એમેઝોન કહે છે કે કંપનીએ તાજેતરમાં ઘણા મેનેજરો ઉમેર્યા છે અને હવે ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. આ અંતર્ગત દરેક ટીમના માળખાની સમીક્ષા કરવામાં આવશે અને કેટલીક રોલ્સ ખતમ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

e commerce Amazon Layoff business news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ