બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:25 PM, 17 May 2025
ભાગદોડ ભર્યા જીવનમાં આપણા માટે દરેક સેકન્ડ ખૂબ કિંમતી હોય છે. ઘણીવાર જોવા મળે છે કે આપણે ઓફિસમાં રહીએ છીએ કે પછી કોઈ કામ કરતાં રહીએ છીએ તો આપણે ઓફની ચિંતા રહે છે. આની માટે આપણે દિવસો ગણીએ છીએ. પરંતુ અહીં આપણે એવા સમાચાર વિશે જાણીશું કે જ્યારે કેલેન્ડરમાંથી 10 દિવસ ગાયબ થઈ ગયા હતા. તમને સાંભળીને હેરાની થશે પરંતુ આવું હકીકતમાં બન્યું હતું. આ ફરી એક વાર ચર્ચામાં છે. તો ચાલો આની વિશે જાણીએ.
ADVERTISEMENT
વીડિયો થયો વાયરલ
ઈન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ 1582 માં ઓકટોબરમાં સામાન્યથી 10 દિવસ ઓછા હતા. વીડિયોમાં 1582 ના કેલેન્ડર બતાવવામાં આવ્યું છે જેમાં 5 ઓકટોબરથી 15 ઓકટોબરની તારીખ ગાયબ હતી. કેલેન્ડરમાં 4 તારીખ બાદ સીધી 15 ઓકટોબર દેખાઈ રહ્યું છે. જોકે, આને લઈને ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે.
ADVERTISEMENT
શું બોલ્યા લોકો
એક યૂઝરે લખ્યું કે 1582 માં ઓકટોબરના બીજા અઠવાડિયામાં આવું થયું હતું જેને તમે બધા જ ઇતિહાસમાંથી દૂર કરવા ઇચ્છતા હતા, તમે આને કેલેન્ડરથી જ કાઢી નાખ્યા? આ સિવાય કેલેન્ડરને સૌર વર્ષ સાથે ચોક્કસ રૂપે સુરક્ષિત રાખવા માટે ઓકટોબર 1582 માં 10 દિવસ દૂર કરી દીધા હતા. ત્યારે એકે લખ્યું કે કેલેન્ડરમાં ગડબડી છે.
ચાલતું હતું આ કેલેન્ડર
1582 પહેલા યુરોપિયન દેશોમાં જુલિયન કેલેન્ડર ચાલતું હતું, જેને 40 ઈસા પૂર્વની આસપાસ રોમના શાસક જુલિયસ સિઝર દ્વારા જારી કરવામાં આવ્યું હતું. આમાં દર ચાર વર્ષમાં એક લિપ વાર ડે હોતો હતો. આ કેલેન્ડરમાં પૃથ્વીની ભ્રમણ કક્ષાની તુલનામાં દસ વધારાના દિવસો જમા થયા હતા. એટલા માટે પોપ ગ્રેગરીએ તે વર્ષ 10 દિવસ રદ્દ કરીને પોતાના નવા અને ખૂબ જ ચોક્કસ કેલેન્ડરની શરૂઆત કરી, જેમાં 4 ઓક્ટોબર બાદ 15 ઓકટોબર હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT