બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ના હોય! સ્પેસમાં આ કામ કરવાના NASA આપશે રૂ. 25 કરોડ, ઑફર એવી કે જાણીને ચોંકી જશો

વિશ્વ / ના હોય! સ્પેસમાં આ કામ કરવાના NASA આપશે રૂ. 25 કરોડ, ઑફર એવી કે જાણીને ચોંકી જશો

Last Updated: 03:37 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસાએ એક કોન્ટેસ્ટ શરૂ કર્યો છે, જે જીતવા પર 3 મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે 25.81 કરોડ રૂપિયા મળશે. આ કોન્ટેસ્ટનું નામ લુના રીસાયકલ ચેલેન્જ છે. ચાલો જાણીએ કે આ સ્પર્ધા જીતવા માટે શું કરવું પડશે?

સ્પેસ સાયન્સ માટે એક મોટો પડકાર ઉભો થયો છે - માનવ કચરાનું રિસાયક્લિંગ કરવું. આ માટે અમેરિકાની સરકારી અવકાશ એજન્સી 'નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન' (NASA) એ એક કોન્ટેસ્ટ શરૂ કર્યો છે. આમાં, તમારે અવકાશમાં માનવ મળ, પેશાબ અને ઉલટીને રિસાયક્લિંગ કરવાની રીત જણાવવાની છે. આ કોન્ટેસ્ટનું નામ છે – લુના રીસાયકલ ચેલેન્જ (LunaRecycle Challenge). જે કોઈ આનો જવાબ આપશે, તેને પૂરા 3 મિલિયન યુએસ ડોલર મળશે. એટલે કે લગભગ 25.81 કરોડ રૂપિયા. આ અવકાશમાં માનવ હાજરીને સસ્ટેનેબલ બનાવવાનો એક પ્રયાસ છે.

એક અહેવાલ મુજબ, ચંદ્ર પર હજુ પણ 96 બેગ્સમાં માનવ મળ પડ્યું છે, જે એપોલો મિશન દરમિયાન છોડી દેવામાં આવ્યું હતું. હવે નાસા ઇચ્છતું નથી કે ભવિષ્યના મિશનમાં આ ગંદકી વધુ વધે. એટલા માટે તે વિશ્વભરના લોકોને કહી રહ્યું છે કે એવી ટેકનોલોજી બનાવો, કે જેનાથી અવકાશયાત્રીઓના કચરાનું રિસાયક્લિંગ થઈ શકે.

ચંદ્ર પર લાંબા ગાળાનું રોકાણ હોય કે લાંબા અંતરનું અવકાશ મિશન, આ કચરાને હેન્ડલ કરવું જરૂરી છે. નાસાની વેબસાઇટ પર સ્પષ્ટપણે લખ્યું છે કે, "નાસા સસ્ટેનેબલ સ્પેસ એક્સપ્લોરેશન માટે પ્રતિબદ્ધ છે. જેમ-જેમ આપણે ભવિષ્યના માનવ અવકાશ મિશન માટે તૈયારી કરી રહ્યા છીએ, આપણે એ વિચારવું પડશે કે વિવિધ કચરાના પ્રવાહો, જેમ કે ઘન કચરાને કેવી રીતે ઘટાડી શકાય - તેમજ તેને કેવી રીતે સ્ટોર, પ્રોસેસ અને રિસાયકલ કેવી રીતે કરવો જેથી પૃથ્વી પર ઓછો કે બિલકુલ કચરો પાછો લાવવાની જરૂર જ ન પડે."

આ પણ વાંચો: એલિયન્સ પૃથ્વી પર આવ્યા, અને હુમલો કર્યો, તો 23 સૈનિકો પથ્થરમાં પરિવર્તિત થઇ ગયા!

આ ચેલેન્જનો ફાયદો ફક્ત અંતરિક્ષ પૂરતો મર્યાદિત નથી. નાસા માને છે કે આનાથી પૃથ્વી પર રિસાયક્લિંગની નવી રીતો ખુલી શકે છે, પછી ભલે તે સંપૂર્ણપણે નવી ટેકનોલોજી હોય, ઝેરી કચરો ઘટાડવાની પ્રક્રિયા હોય, કે પછી નાના લેવલની મશીનો હોય, જેનો ઉપયોગ વિશ્વભરમાં થઈ શકે. હાલમાં નાસા પ્રથમ રાઉન્ડની એન્ટ્રીઓ પર નજર રાખી રહ્યું છે. પ્રથમ તબક્કામાં એન્ટ્રી માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2025 હતી. હવે નાસા ટૂંક સમયમાં બેસ્ટ આઈડિયાને પસંદ કરશે. આ પછી, સ્પર્ધાના વિજેતાઓને 3 મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

human waste recycle contest NASA Lunarecycle Challenge International News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ