બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એ રેકોર્ડ્સ જેને અંતરિક્ષમાં બેઠાં-બેઠાં સુનિતા વિલિયમ્સે પોતાના નામે કરી લીધા, જાણો કયા-કયા

સિદ્ધિ / એ રેકોર્ડ્સ જેને અંતરિક્ષમાં બેઠાં-બેઠાં સુનિતા વિલિયમ્સે પોતાના નામે કરી લીધા, જાણો કયા-કયા

Last Updated: 09:09 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 9 મહિના એટલે કે 286 દિવસ સુધી ISS માં રહ્યા. આ દરમિયાન તેમણે કયા કયા નવા રેકોર્ડ બનાવ્યા ચાલો જાણીએ.

5 જૂન 2024ના રોજ જ્યારે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પહોંચ્યા ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં કરી હોય કે તેમનું આઠ દિવસનું મિશન 9 મહિનાથી વધુ ચાલશે. હવે જ્યારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 18 માર્ચે મોડી સાંજે પૃથ્વી પર પાછા ફર્યા ત્યાં સુધીમાં તેમણે ISS પર 286 દિવસ વિતાવ્યા છે. આટલા લાંબા સમયગાળામાં સુનિતા વિલિયમ્સે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આમાં સ્પેસવોકથી લઈને સ્પેસશીપમાં વિતાવેલા સમય સુધીના રેકોર્ડનો સમાવેશ થાય છે.

ત્યારે સાહજિક એ પ્રશ્ન થાય કે સુનિતા વિલિયમ્સે આ 286 દિવસમાં કયા કયા રેકોર્ડ્સ છે જે તોડયા છે? તેમણે પોતાના નામે કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે? આ સિવાય સુનિતાએ જે ક્ષેત્રોમાં રેકોર્ડ બનાવ્યા છે તે પહેલા આ રેકોર્ડ કોણ નામે છે? યુએસ અને રશિયન અવકાશ એજન્સીઓનો રેકોર્ડ શું રહ્યો છે?

સુનિતા વિલિયમ્સે ISS પર આ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા.

1000 દિવસ અવકાશમાં રહેવાનો રેકોર્ડ

સુનિતા વિલિયમ્સ અત્યાર સુધીમાં ત્રણ વખત અવકાશ મિશન પર ગઈ છે. આમાં 2006, 2013 અને 2024 ના અવકાશ મિશનનો સમાવેશ થાય છે. જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) પર કુલ 608 કલાક વિતાવ્યા છે. નાસાના કોઈપણ અવકાશયાત્રી દ્વારા અવકાશમાં વિતાવેલો આ બીજો સૌથી લાંબો સમય છે. અમેરિકન અવકાશયાત્રીઓમાં ફક્ત પેગી વ્હિટમોર જ તેમનાથી આગળ છે જેમણે ISS પર 675 દિવસ વિતાવ્યા છે.

જો આપણે દુનિયભરના અવકાશયાત્રીઓની વાત કરીએ તો રશિયન અવકાશયાત્રીઓ તેમાં સૌથી આગળ છે. સૌથી વધુ અંતરીક્ષમાં વિતાવેલ દિવસોનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કોના નામે છે. જેમણે ગયા વર્ષે જૂનમાં 33 મહિના એટલે કે 1000 દિવસ અવકાશમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અને આ સાથે તેણે રશિયન અવકાશયાત્રી અને સાથી ગેન્નાડી પડલ્કાના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

સુનિતાએ મેળવ્યું છઠ્ઠું સ્થાન

સુનિતા વિલિયમ્સે આ વખતે ISS પર સૌથી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. સુનિતાએ એક સાથે 286 દિવસ અવકાશમાં રહીને નાસાના રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. અમેરિકન અવકાશયાત્રીઓ વિશે વાત કરીએ તો ફ્રેન્ક રુબિયો હજુ પણ એકસાથે સૌથી વધુ દિવસો ISS પર રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તો તે સિવાય માર્ક વાન્ડે હેઈએ અત્યાર સુધીમાં ISS પર 355 દિવસ વિતાવ્યા છે. ત્યારબાદ સ્કોટ કેલી મહિલા અવકાશયાત્રીઓ ક્રિસ્ટીના કોશ અને પેગી વ્હિટસનનો ક્રમ આવે છે. સુનિતા વિલિયમ્સે એક જ પ્રવાસમાં ISS પર સૌથી વધુ દિવસો વિતાવનારા અવકાશયાત્રીઓમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. જોકે આ વખતે તેણે અવકાશયાત્રી એન્ડ્રુ મોર્ગનનો 272 દિવસનો રેકોર્ડ તોડ્યો.

સૌથી લાંબી સ્પેસવોક

59 વર્ષીય સુનિતા વિલિયમ્સે 62 કલાક અને 9 મિનિટ સુધી સ્પેસવોક કર્યું હતું જે કોઈપણ મહિલા અવકાશયાત્રી દ્વારા કરવામાં આવેલા સાપેસવોકનો સૌથી લાંબો સમય છે. આ નવા મિશનમાં તેમણે 16 અને 30 જાન્યુઆરીના રોજ બે મહત્વપૂર્ણ સ્પેસવોક કર્યા જેમાંથી એક 5 કલાક 26 મિનિટ અને બીજો 6 કલાક ચાલ્યો. એટલું જ નહીં તેમના મિશન દરમિયાન તેમને ISS ના કમાન્ડર પણ બનાવવામાં આવ્યા હતા. જે કોઈપણ અવકાશયાત્રી માટે એક મોટી જવાબદારી છે. એટલું જ નહીં સુનિતા વિલિયમ્સે અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવોકમાં ભાગ લીધો છે જે પેગી વ્હિટ્સનના 10 સ્પેસવોક કરતા ઓછો છે. જોકે સમયગાળામાં સુનિતાનો રેકોર્ડ પેગીથી આગળ છે.

નાસાના જણાવ્યા અનુસાર સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે 150 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો પર 900 કલાકથી વધુ સંશોધન કર્યું. આ સમય દરમિયાન તેમણે ISS પર ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો.

વધુ વાંચો: હવે કેમ છે સુનિતા વિલિયમ્સ? શું ભવિષ્યમાં તેને કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે? મેળવો જાણકારી

2006-07 અને 2012-13 બંને મિશનમાં સ્પેસવોક

સ્પેસવોકનો સીધો અર્થ ISS ની બહાર સ્પેસમાં (અવકાશમાં) ઓપન ખુલ્લી જગ્યામાં કલાકો વિતાવવાનો થાય છે. 2006 માં તેમના પહેલા મિશનમાં સુનિતા વિલિયમ્સે 29 કલાક સુધી સ્પેસવોક કર્યું. એટલું જ નહીં ISS પર હતા ત્યારે તેમણે બોસ્ટન મેરેથોનમાં 42.2 કિલોમીટર દોડીને વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આ મિશનમાં સુનિતાએ ISS પર કુલ 195 દિવસ વિતાવ્યા હતા. આ ઉપરાંત 2012-13માં પણ સુનિતા વિલિયમ્સે 21 કલાકથી વધુ સમય માટે સ્પેસવોક કર્યું હતું. આ મિશનમાં તે 127 દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા. આ રીતે તેમણે બે મિશનમાં કુલ 321 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Record Sunita Williams NASA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ