બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / world most richest village Income of this village is more than 80 lacks, people live luxurious life
MayurN
Last Updated: 02:19 PM, 4 June 2022
ADVERTISEMENT
શહેર પણ ભૂલી જશો એવું એક ગામ
દુનિયામાં એક ગામ એવું પણ છે જે શહેરને આપે છે ટક્કર. તમને વિશ્વાસ પણ નહિ આવે જયારે તમે આ ગામની રહેણી કહેણી અને ભવ્યતા જોશો. આ ગામના લોકો વર્ષે કરોડો રૂપિયા કમાઈ છે. આ ગામના લોકો મોઘી કાર અને આલીશાન બંગલાઓમાં રહે છે.
દુનિયાનું સૌથી અમીર ગામ
આજે તમને એવાં જ એક ગામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે આપે છે શહેરને પણ ટક્કર. આ દુનિયાનું સૌથી અમીર ગામ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
વાર્ષિક આવક 80 લાખ
ચીનના જીયાંગયીન શહેરની પાસે હુઆઝી નામનું એક ગામ આવેલ છે. આ ગામ કૃષિપ્રધાન છે. અહીની વસ્તીના સૌથી વધુ લોકો ખેતી કરે છે. હુઆઝી ગામમાં રહેવા વાળા લોકોની વાર્ષિક આવક 80 લાખ રૂપિયાથી પણ વધારે છે.
આલીશાન ઘર
આ ગામમાં તમને આલીશાન ઘર જોવા મળશે, જેમાં બધીજ લક્ઝરી વસ્તુઓ જોવા મળે છે. અહીના રોડ રસ્તાઓ અને ગટર જે રીતે બની છે તેવી તો કદાચ તમે શહેરમાં પણ જોવા ન મળે.
એક કોન્સેપ્ટથી બદલાઈ ગયું સંપૂર્ણ ગામ
આ ગામ 1961 માં વસ્યું હતું. ત્યારે આ ગામ ખુબ જ ગરીબ હતું. ગામમાં વસાહત થયા પછીના એક વર્ષમાં ત્યાં એક કમ્યુનિસ્ટ પાર્ટીનું સંગઠન થયું. તેના અધ્યક્ષ વૂ રેનવાઓએ એક એવો ગ્રામીણ કોન્સેપ્ટ ગામ લોકોને આપ્યો જેનાથી તેમનું જીવન જ બદલાઈ ગયું.
ગામના દરેક લોકો છે કરોડપતિ
એણે લોકોને વ્યક્તિગત ખેતીના બદલે સમૂહ ખેતી કરવાનું કહ્યું. લોકોએ તેમની વાત માની અને સામુહિક ખેતી તરફ વળ્યા. એ પછી બધું જ બદલાવા લાગ્યું અને આજે ત્યાં દરેક લોકો કરોડપતિ બની ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.