બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 06:29 PM, 16 April 2023
ADVERTISEMENT
World Most Expensive Fish : દુનિયામાં મોંઘી વસ્તુઓની અછત નથી પણ ખરીદનાર કોઈ નથી. ફક્ત શાન અને લક્ઝરી સાથે જીવતા લોકો જ મોંઘા શોખ પૂરા કરી શકે છે. તમે ખાવા-પીવા સાથે જોડાયેલી ઘણી મોંઘી દુર્લભ વસ્તુઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી માછલી કઈ છે, તે ક્યાં મળે છે અને તેની કિંમત શું છે? આવો તેના વિશે જાણીએ.
ADVERTISEMENT
બ્લુફિન ટુના વિશ્વની સૌથી મોંઘી માછલી તરીકે જાણીતી છે. આ માછલી ટુના પ્રજાતિમાં સૌથી મોટી છે. તેની પાણીમાં તરવાની ઝડપ પણ ખૂબ જ ઝડપી છે. (Image- Facebook Black Magic Tackle)
આ માછલી 3 મીટર લાંબી તેમજ 250 કિલો વજન સુધીની હોઈ શકે છે. તે અન્ય નાની માછલીઓને પોતાનો શિકાર બનાવે છે. આ માછલી ગરમ લોહીવાળી છે. પ્રોટીન અને ઓમેગા-3થી ભરપૂર હોવાથી, આ માછલીનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. (Image- Facebook Black Magic Tackle)
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જાપાનના ટોક્યોના ટોયોસુ ફિશ માર્કેટમાં જાયન્ટ બ્લુફિન ટુના ખરીદવા માટે $273,000 એટલે કે 2 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આ બ્લુફિન ટુનાનું વજન 212 કિલો હતું. (Image- Facebook Black Magic Tackle)
બ્લુફિન ટુના તેની ઝડપ અને સમુદ્રમાં ઊંડા ઉતરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. આ માછલીની ઉંમર લગભગ 40 વર્ષ છે. (Image- Facebook Black Magic Tackle)
ઉલ્લેનીય છે કે, લુપ્ત થવાના આરે ઉભેલા હોવાને કારણે બ્લુફિન ટુનાના શિકાર પર પ્રતિબંધ છે અને જો પકડાય તો જેલ અને દંડ પણ થઈ શકે છે. (Image- Facebook Black Magic Tackle)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.