બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / PNB Scam: ભાગેડુ મેહુલ ચોક્સીની કરાઇ ધરપકડ, બેલ્જિયમથી પોલીસે ઉઠાવ્યો, જાણો વિગત

BIG NEWS / PNB Scam: ભાગેડુ મેહુલ ચોક્સીની કરાઇ ધરપકડ, બેલ્જિયમથી પોલીસે ઉઠાવ્યો, જાણો વિગત

Last Updated: 08:05 AM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehul Choksi arrested : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર બેલ્જિયમ પોલીસ દ્વારા મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી.

Mehul Choksi arrested : પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની વિનંતી પર ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે.

વિગતો મુજબ PNB કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ચોક્સી સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. બેલ્જિયમ પોલીસે 11 એપ્રિલે મેહુલ ચોકસીની ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર આ ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો : હિમવર્ષા અને તોફાનનું એલર્ટ, આ તારીખે કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

નોંધનીય છે કે, મેહુલ ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે. ED એ ચોક્સી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. 2019માં ED એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોક્સી 'ભાગેડુ અને ફરાર' છે. 2018માં ED એ ચોક્સીની 1,217 કરોડ રૂપિયાની 41 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા તેમના બે ફ્લેટ, કોલકાતામાં એક મોલ, મુંબઈ-ગોવા હાઇવે પર 27 એકર જમીન, તમિલનાડુમાં 101 એકર જમીન, આંધ્રપ્રદેશના નાગપુર, નાસિકમાં જમીન, અલ્લાબાગમાં બે બંગલા અને સુરતમાં ઓફિસનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehul Choksi Mehul Choksi arrested PNB Scam
Priykant Shrimali
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ