Coronavirus / World LIVE: દક્ષિણ કોરિયામાં 51 દર્દીઓ કોરોનાથી રિકવર થયા બાદ ફરીથી પોઝીટીવ આવતા ખળભળાટ

World LIVE:51 patients test positive again after recovering from coronavirus in S Korea

વિશ્વમાં 209 દેશ કોરોના વાયરસની ઝપેટમાં છે. અત્યાર સુધીમાં 94,556 લોકોના મોત નિપજ્યા છે . જ્યારે 1,582,127 લોકો કોરોનાગ્રસ્ત છે. 348,319 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાને મુદ્દે અમેરિકા બેબાકળુ થયું છે. તેણે ફરી એક વાર ડબ્લ્યુએચઓને આડે હાથ લીધું છે. ત્યારે ડબ્લ્યુએચઓએ પણ વળતો જવાબ આપ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 1940 મોત નિપજ્યા છે. તો34620 નવા કેસ સામે આવ્યા છે. સોમાલીયામાં પહેલું મોત થયું છે. જ્યારે કોરોનાના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)માં આજે ભારતીય સમય મુજબ આજે રાતે 1થી 1.30 વાગે બેઠક યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ