World LIVE: The last patient in Wuhan was discharged from the hospital, An investigation has been launched into Trump's decision to cut off WHO funding
વિશ્વમાં કોરોનાગ્રસ્તનો આંક 30 લાખને પાર થઈ 3,065,176 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 211,631 લોકોના મોત થયા છે. તો 922,862 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 1,930,683 થઈ છે. લોકડાઉનને લઈને સંયુક્ત રાષ્ટ્રએ વ્યક્ત કરેલી ઘરેલુ હિંસાની ચિંતા અનેક દેશોમાં સાચી પડી રહી છે. બ્રિટનમાં ગત વર્ષની સરખામણીએ ઘરેલુ હિંસાના કેસમાં 24 ટકા વધારો થયો છે. ઘરેલુ હિંસા અને દુરવ્યવહારના કેસમાં 4,093 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહીં રોજના 100 લોકોની ધરપકડ કરાય છે. જ્યારે ફ્રાંસમાં પણ આવા કેસમાં 36 ટકા વધારો થયો છે. જ્યારે WHOએ કહ્યું અમે ઈબોલા વેક્સીન બનાવી હતી અત્યારે પણ કોરોનામાં એ જ કરીશું.
જાપાને વધુ 14 દેશોથી આવનાર પર પ્રતિબંધ લાધ્યો, 70 દેશો પર પહેલાથી હતો પ્રતિબંધ
જ્યાંથી શરુ થયું તે વુહાનમાં છેલ્લા દર્દીને રજા આપી દેવાઈ છે. સોમવારે એનએચસીની જાહેરાત કરવામાં આવી જેમાં 3 નવા દર્દી હતા. જેમાંથી 2 વિદેશી અને 1 સ્થાનીક સંક્રમણનો શિકાર હતો.
WHOના ફંડિગ રોકવાના ટ્રમ્પના નિર્ણયની તપાસ શરુ
અમેરિકન કોંગ્રેસની સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ફંડિંગ રોકવાના નિર્ણય પર તપાસ શરુ કરી દીધી છે. અમેરિકાના વિદેશી મામલાની કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઈલિયોર્ટ એંજલે વિદેશ મંત્રાલયને આ નિર્ણય સંબંધી જરુરી સૂચના અને દસ્તાવેજોો 4 મે સુધી સમિતિ સામે રજુ કરવાની માંગ કરી છે. એન્જલે સોમવારે વિદેશ મંત્રાલયને લખ્યેલા પોતાના પત્રમાં કહ્યુ છે કે મહામારીની વચ્ચે WHOનું ફંડિગ રોકવાનો નિર્ણય બદલાની કામગીરી જેવો છે. આનાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ ચુક્યા છે. WHOની કેટલીક ભૂલો રહી છે. પરંતુ સંગઠને કોરોનામાં કેટલાય દેશોનું સમન્વય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અમેરિકામાં કોરોનાગ્રસ્તનો આંક 10લાખને પાર
અમેરિકાના કોરોના સંક્રમિતોના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમેરિકામાં એક દિવસમાં 1350 લોકોના મોત થયા છે તો 23,034 કેસ નવા નોંધાતા અમેરિકામાં કોરોનાગ્રસ્તની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. તો મોતનો આંક 56 હજારની પાર પહોંચ્યો છે. અમેરિકામાં હાલ કોરોનાગ્રસ્તની સંખ્યા 1,010,507 છે . તો કોરોનાને લીધે મોતનો આંક 56,803 પહોંચ્યો છે. અમેરિકામાં 138,990 લોકો સાજા તથા એક્ટિવ કેસની સંખ્યા 814,714 થઈ છે. વિવાદ બાદ બંધ કરેલી પ્રેસ કોન્ફરન્સ ટ્રમ્પે ફરી ચાલુ કરી દીધી છે. અમેરિકાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટ્રમ્પે ભારતીય મૂળના મનીષા સિંહને આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન(આઈસીડી)માં અમેરિકાના દૂત તરીકે નિયુક્ત કર્યા છે. મનીષા ભારત-અમેરિકાન રાજનીતિજ્ઞ છે. તેમજ તે વિદેશ વિભાગના સહાયક મંત્રી છે. તેઓ હાલ આર્થિક અને વ્યાપારિક બાબતો જોવે છે.
બ્રિટનમાં લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસ વધ્યા
બ્રિટનમાં ઘરેલુ હિંસાના કેસ વધ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શંકા સાચી પડી છે. 19 એપ્રિલથી અહીં લોકડાઉન છે. ઘરેલુ હિંસા અને દુરવ્યવહારના કેસમાં 4,093 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહીં રોજના 100 લોકોની ધરપકડ કરાય છે. ગત વર્ષની સરખામણીએ ઘરેલુ હિંસાના કેસમાં 24 ટકા વધારો થયો છે. જ્યારે ફ્રાંસમાં પણ આવા કેસમાં 36 ટકા વધારો થયો છે.
વિયેતનામ યુદ્ધ કરતા વધારે અમેરિકન મર્યા
અમેરિકામા એટલા લોકો મરી ગયા છે તેટલા મોત આ પહેલા 20 વર્ષ ચાલેલા વિયેતનામ યુદ્ધ દરમિયાન થયા હતા. પરંતુ કોરોનાને લીધે ફક્ત 4 મહિનામાં જ એટલા મોત થઈ ગયા છે. જે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે દુખદ છે. અમેરિકા અને વિયેતનામની વચ્ચે 1955થી 1975 સુધી ચાલેવા યુદ્ધને કારણે 58, 220 લોકો માર્યા ગયા હતા. જેમાં 47 , 434 યુદ્ધના મેદાનમાં મર્યા હતા. આટલા મોત કોરોનાથી અમેરિકામાં થયા છે. જે વિયેતનામ યુદ્ધના બરાબર મોત હોવાથી શંકા છે.
ટ્રમ્પ કહે છે મોતનો અંદાજ 70 હજારનો છે
કોરોનાને મુદ્દે ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં મૃતકોની સંખ્યા 70 હજાર થઈ શકે છે. તેમજ તેમણે એમ પણ કહ્યું કે શરુઆતમાં દર્શાવેલા અનુમાનની સરખામણીએ આ અંદાજ વધારે હતો. આ સાથે જ તેમણે નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં મતદાતાઓએ તેને જ ફરી કેમ ચુંટવો જોઈએ તે કહેવાનો પણ પ્રયત્ન કર્યો છે.
WHOએ કહ્યું અમે ઈબોલા વેક્સીન બનાવી હતી અત્યારે પણ એ જ કરીશું
WHO અને તેમના પાર્ટનર દ્વારા કેટલાય વર્ષો સુધી અન્ય કોરોના વાયરસની વેક્સીન પર કરવામાં આવેલા કામને કાણે કોવિડ19ની વેક્સીન વિકસાવવામાં સ્પીડ લાવવામાં આવી છે. જો કે WHO એ વાતથી ચિંતામાં છે કે આ મહામારીનો અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર કેવો પ્રભાવ પડશે તેમજ વિશેષ રુપે બાળકો પર . કેમ કે મહામારીનો નાશ થવામાં વાર લાગશે. WHO આફ્રીકા, પૂર્વી યુરોપ, લેટિન અમેરિકા અને કેટલાક એશિયાઈ દેશોના ફલાવાના ટ્રેન્ડને લઈને ચિંતામાં છે.
અમેરિકામાં આ રાજ્યો ખુલશે
અમેરિકામાં સૌથી વધારે અસરગ્રસ્ત ન્યૂયોર્ક અને મિશિગનના ગવર્નરોએ ઓછામાં ઓછા મેના મધ્ય સુધી પ્રતિબંધનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે જોર્જિયા, ઓકલાહોમા અને અલાસ્કામાં કેટલાક વ્યવસાયોને ફરી ખોલવાની પરવાની આપવામાં આવી છે.
ચીન સામે 140 મિલિયન અમેરિકન ડૉલરથી વધુ દાવો માંડી શકે છે
ટ્રમ્પે કહ્યુ કે કે તે ચીનની સામે ગંભીર તપાસ કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો છેકે તેમનુ વહીવટી તંત્ર બેઈજિંગ પાસે 140 મિલિયન અમેરિકન ડૉલરથી વધુ વળતર માંગી શકે છે. ટ્રમ્પે સોમવારે ગાર્ડન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જર્મનીએ ચીનને મોકલેલા 130 બિલિયન (140 બિલિયન અમેરિકી ડૉલર)ના બિલ મોકલવાની યોજના વિશે પુછાતા તેમણે જવાબ આપ્યો હતો કે હજું સુધી આપણુ કામ ચાલુ છે અંતિમ ખર્ચની રકમનો નિર્ણય નથી લીધો.