Coronavirus / World LIVE: કોરોના મુદ્દે ચીનની તરફદારી કરવા બદલ WHOથી જાપાન નારાજ; ઇટાલીમાં કેસીસ નિયંત્રણમાં આવી રહ્યા હોવાનો અંદેશો

World LIVE: Japan expresses displeasure with WHO biased approach towards china Italy seems to started to flatten the curve

કોરોના વાયરસના કહેર વચ્ચે દુનિયા ત્રાહિમામ પોકારી ગઈ છે. આ વાયરસને લીધે મરનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે. ત્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનામોત નિપજ્યા છે. વૈશ્વિક મહામારી કોરોનાને લીધે અત્યાર સુધીમાં 56,987 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1,074,254 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. સારી બાબત એ છે કે 226,054 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 791,213 છે. અમેરિકા, ઈટલી, સ્પેન અને જર્મનીમાં કોરોનાના દર્દીઓનો આંક ચીન કરતા વધારે છે. જ્યારે અમેરિકા, ઈટલી, સ્પેન, જર્મની અને ફ્રાન્સના મૃત્યુ આંકે ચીનને પાછળ છોડી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ