બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:48 AM, 26 March 2025
ઈરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા એક અન્ડરગ્રાઉન્ડ "મિસાઈલ સિટી"નો એક નવો વીડિયો જારી કર્યો છે. આમાં એક લાંબી ટનલમાં ભારે શસ્ત્રો દેખાઈ રહ્યા છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝનું નિરીક્ષણ કરતા દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે આ અન્ડરગ્રાઉન્ડ જગ્યા વિવિધ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલોથી ભરેલી છે. આ વીડિયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આમાં ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે, એ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ છે. અધિકારીઓ એક ખાસ વાહનમાં સવાર થઈને આ જટિલ ટનલ સિસ્ટમની અંદર ફરતા દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં શું બતાવવામાં આવ્યું?
ADVERTISEMENT
⚡️BREAKING
— Iran Observer (@IranObserver0) March 25, 2025
Iran has unveiled perhaps its largest missile city ever that can destroy all US assets in the region
The new underground missile base houses thousands of precision-guided missiles such as Kheibar Shekan, Haj Qasem, Ghadr-H, Sejjil, Emad and others pic.twitter.com/QYR24ZN7TS
85 સેકન્ડના આ વીડિયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બાગેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલો અને રોકેટ વચ્ચે ચાલતા દેખાય છે. આમાં ખૈબર શિકાન, કાદર-એચ, સાજિલ, હાઝ કાસિમ અને પાવ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલો સામેલ છે. આમાંથી કેટલાક શસ્ત્રોનો ઉપયોગ ઈરાને ગયા વર્ષે ઇઝરાયલ પરના હુમલામાં કર્યો હતો.
આ અંગે કમાન્ડર હાજીઝાદેહે કહ્યું, "જો અમે આજથી શરૂઆત કરીએ, તો અમે દર અઠવાડિયે એક નવું મિસાઇલ સિટી ઉભું કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટ આગામી બે વર્ષ સુધી ચાલુ રહેશે." આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાન તેની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ સતત આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: ભારતના પડોશી દેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, ચીનમાં અનુભવાયો 4.2ની તીવ્રતાનો ધરતીકંપ
અમેરિકાની ધમકી વચ્ચે જારી કર્યો વીડિયો
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને પરમાણુ કરાર પર ફરીથી વાટાઘાટો કરવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. આ પહેલા, 2018 માં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા હસ્તાક્ષરિત પરમાણુ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. આ ઉપરાંત, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકા હૂથી બળવાખોરો સામે ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીમાં ઈરાનને પણ નિશાન બનાવી શકે છે, કારણ કે ઈરાનને આ બળવાખોરોનું મુખ્ય સમર્થક માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.