બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:41 PM, 18 March 2025
સોમવારે રાત્રે હોન્ડુરાસના કેરેબિયન કિનારે એક વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી. આ ઘટના બાદ કાટમાળમાંથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ હોન્ડુરાસના રોઆટન ટાપુથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ એક વિમાન સમુદ્રમાં ક્રેશ થતાં સાત લોકોના મોત થયા હતા અને 10 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.આ અંગે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું. આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો.આ અકસ્માતમાં પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુઆઝોનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ જેટસ્ટ્રીમ વિમાન હોન્ડુરાસની એરલાઇન લાન્હસા દ્વારા સંચાલિત હતું. આ ફ્લાઇટમાં 14 મુસાફરો અને 3 ક્રૂ સભ્યો સવાર હતા. આ ફ્લાઇટ રોઆટન ટાપુથી હોન્ડુરાસના લા સેઇબા એરપોર્ટ તરફ ઉડાન ભરી રહી હતી. પરિવહન સચિવ રેને પિનેડાના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ ટાપુના કિનારાથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યો હતો.
🚨🇭🇳AT LEAST 6 DEAD IN HONDURAS PLANE CRASH
— Mario Nawfal (@MarioNawfal) March 18, 2025
A Jetstream 32 with 17 people on board plunged into the sea just seconds after takeoff from Roatán, Honduras.
Authorities have recovered 6 bodies so far while frantic rescue teams search for survivors.
With the cause still unknown,… https://t.co/7wF4Kq4m1F pic.twitter.com/WY6WgXs9E1
ADVERTISEMENT
પ્રખ્યાત સંગીતકારનું અકસ્માતમાં અવસાન
સ્થાનિક અહેવાલો અનુસાર મુસાફરોમાં એક અમેરિકન નાગરિક,એક ફ્રેન્ચ નાગરિક અને બે સગીરનો સમાવેશ થાય છે. રોઆટન ફાયર કેપ્ટન ફ્રેન્કલિન બોર્જાસે સાત લોકોના મોતની પુષ્ટિ કરી હતી જેમાં પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુઆઝોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટના સ્થળેથી બચી ગયેલા દસ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વધુ વાંચો: VIDEO : આ કોઈ હિન્દી ફિલ્મનો સીન નથી પણ વાસ્તવિકતા છે, દરિયામાં આવ્યું ભયંકર તોફાન
બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો
હોન્ડુરાસ નેશનલ પોલીસ દ્વારા આખી રાત બચાવ કામગીરી ચલાવી. રોઆટન ફાયર કેપ્ટન ફ્રેન્કલિન બોર્જાસે પડકારજનક બચાવ પરિસ્થિતિઓનું વર્ણન કરતા કહ્યું કે ક્રેશ સ્થળ 30-મીટર ખડકથી ઘેરાયેલું હતું. જેના કારણે જમીન કે સમુદ્ર દ્વારા ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. પાણીની અંદર શૂન્ય દૃશ્યતા પણ ડાઇવર્સના બચાવ પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહી હતી. જોકે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને એરલાઇન્સે પણ હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ હતું કારણ કે તે 30-મીટર ઉંચી ખડકોથી ઘેરાયેલું હતું અને ચાલીને કે તરીને પહોંચવું શક્ય નહોતું. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. પ્રાથમિક તપાસમાં સંભવિત ટેકનિકલ ખામી, હવામાન પરિસ્થિતિ અથવા અન્ય પરિબળ હોય શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
વિશ્વ / અમેરિકી સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, આ નિર્ણય પર લગાવી રોક, જાણો
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.