બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:11 PM, 16 April 2025
Google એ મંગળવારે એક મોટી જાહેરાત કરી હતી જેમાં તેને કહ્યું છે કે ગૂગલ જલ્દી જ લોકલ ડોમેઈન બદલી નાંખશે, હાલ અલગ-અલગ દેશમાં ગૂગલના લોકલ ડોમેઈન ચાલે છે જેમ કે ભારતમાં Google Dot co (Google. co) Google Dot in (Google. in) કે પછી ફ્રાંસમાં Google dot fr છે તે બદલાઈ જશે.
ADVERTISEMENT
ગૂગલના આ લોકલ ડોમેઈન ઘણા વર્ષોથી વપરાશમાં છે. અને લોકલ સર્ચ રિઝલ્ટ માટે તેનો ઉપયોગ થાય છે. નવા ફેરફાર હેઠળ કંપની કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેઈન દૂર કરવા જઈ રહી છે. હવે તેના સ્થાને યુઝર્સ સીધા google.com પર પહોંચશે.
Google રિયલ ટાઈમ ફિઝિકલ લોકેશનને એક્સેસ કરે છે
ADVERTISEMENT
વર્ષ 2017થી ગૂગલ રીઅલ-ટાઇમ ફિઝિકલ લોકેશનને ઍક્સેસ કરે છે જેથી યુઝર્સ સુધી સંબંધિત સર્ચ રિઝલ્ટ પહોંચી શકે. પછી ભલે તમે કયા દેશનું ગૂગલ ડોમેઈન યુઝ કરી રહ્યા હોવ.
આવનારા દિવસોમાં યુઝર્સને જોવા મળશે બદલાવ
ગૂગલે કહ્યું કે આ અપડેટ ટૂંક સમયમાં બધા યુઝર્સ સુધી પહોંચશે. આમાં થોડા મહિના લાગી શકે છે. આ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી જ્યારે પણ તમે URL માં કોઈપણ દેશનો કોડ લખશો તો તે જાતે જ Google.com પર રીડાયરેક્ટ થઈ જશે.
ગૂગલના આ ફેરફાર પછી યુઝર્સના સર્ચ રિઝલ્ટ પર કોઈ અસર થશે નહીં. જોકે અમુક યુઝર્સને તેમના સિલેક્શન રીસેટ કરવાની જરૂર પડી શકે છે જેમાં લેંગ્વેજ અને રિજન સિલેક્શનનો સમાવેશ થાય છે. આ અંગેની માહિતી આગામી દિવસોમાં ઉપલબ્ધ થશે.
વધુ વાંચો: VIDEO : વિશ્વમાં આ જગ્યાએ સૌથી વધુ પડે છે વીજળી, રાત્રે ચમકતું રહે છે આકાશ
લોકલ રિઝલ્ટ મેળવી શકાશે
આ અપડેટ પછી પણ યુઝર્સને લોકલ કન્ટેન્ટ અને રિઝલ્ટ મળતા રહેશે. ઉદાહરણ તરીકે જો તમે જાપાનમાં છો તમને જાપાનથી રિલેટેડ કે બ્રાઝીલના છો તો ત્યાંનાં લોકલ રિઝલ્ટ મળવાનું ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.