બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Last Updated: 03:07 PM, 18 April 2025
Sperm Race : તમે અનેકવાર કાર-બાઇક કે ઘોડાની રેસ વિશે સાંભળ્યું હશે, પણ શું તમે શુક્રાણુ રેસ વિશે સાંભળ્યું છે ? જો ના તો આજે આપણે જાણીશું શુક્રાણુ રેસ વિશે. 2025માં પ્રથમ વખત વિશ્વની પ્રથમ શુક્રાણુ રેસ 25 એપ્રિલે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાવા જઈ રહી છે. આ રેસ હોલીવુડ પેલેડિયમ ખાતે યોજાશે જ્યાં બે વાસ્તવિક શુક્રાણુઓ 20-સેમી લાંબા માઇક્રોસ્કોપિક ટ્રેક પર રેસ કરશે જેને સ્ત્રી પ્રજનન પ્રણાલીની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શું છે શુક્રાણુ રેસનો હેતુ ?
આ દોડનો હેતુ મનોરંજન કરતાં ઘણો વધારે છે. પુરુષોની ઘટતી પ્રજનન ક્ષમતા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 50 વર્ષોમાં પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં 50% થી વધુ ઘટાડો થયો છે અને આ ઘટના આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરશે.
ADVERTISEMENT
કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવશે શુક્રાણુ રેસ
આ રેસનું લાઈવ રેકોર્ડિંગ માઈક્રોસ્કોપ અને HD કેમેરાની મદદથી કરવામાં આવશે અને લગભગ 4000 દર્શકો તેને લાઈવ જોઈ શકશે. રમતગમતની ઇવેન્ટ જેવું વાતાવરણ બનાવતા લાઇવ કોમેન્ટ્રી, ડેટા વિશ્લેષણ અને રિપ્લે પણ હશે. આ ઉપરાંત દર્શકો તેમના મનપસંદ શુક્રાણુ નમૂના પર પણ દાવ લગાવી શકશે.
કોણે કર્યું છે આ શુક્રાણુ રેસનું આયોજન ?
આ અનોખા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પુરુષોના સ્વાસ્થ્ય અને પ્રજનનક્ષમતાના મુદ્દાઓ વિશે ખુલ્લેઆમ વાત કરવાનો છે જે સામાન્ય રીતે છુપાયેલા રહે છે. આયોજક કંપની "સ્પર્મ રેસિંગ" ના સહ-સ્થાપક એરિક ઝુએ કહ્યું છે કે, જો લોકો પોતાને કોઈ રમત માટે તાલીમ આપે છે, તો પછી તેમના સ્વાસ્થ્ય માટે કેમ નહીં. સ્પર્મ રેસ 2025 એ એક વૈજ્ઞાનિક અને સામાજિક જાગૃતિ કાર્યક્રમ છે જે મનોરંજક અને અસરકારક રીતે પુરુષ પ્રજનનક્ષમતાના મુદ્દાને પ્રકાશિત કરશે.
કંપનીના જણાવ્યા અનુસાર રેસ માટે 20 સેમીનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર રેસ માટે 0.5 મીમી લાંબા શુક્રાણુ છોડવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે, શુક્રાણુ સામાન્ય રીતે પ્રતિ મિનિટ લગભગ 5 મિલીમીટરની ઝડપે ફરે છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રેસ લગભગ 40 મિનિટમાં સમાપ્ત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.