Team VTV10:32 AM, 28 Mar 23
| Updated: 10:55 AM, 28 Mar 23
પશુ ક્લોનિંગ ક્ષેત્રમાં NDRIએ દેશની પહેલી ગાયની ક્લોન અને દુનિયાની પહેલી ગીર નસલની ગાયની ક્લોન પેદા કરી છે. જેનું નામ સોમવારે ગંગા રાખવામાં આવ્યું છે.
હરિયાણામાં જન્મી ગીર નસલની ગાય
ભારતમાં પહેલીવાર 'ક્લોન' ગાયનો જન્મ
દૂધ ઉત્પાદનમાં થશે વધારો
ગીર નસલની ક્લોન ગાય જળવાયુ પરિવર્તન વચ્ચે દુધ ઉત્પાદન માટે ક્રાંતિ માનવામાં આવી રહી છે. NDRI કરનાલે ભેંસની ક્લોન ગરિમાને તૈયાર કરવામાં 2009માં જ સફળતા મેળવી લીધી હતી, પરંતુ જળવાયુ પરિવર્તન વચ્ચે એવી પ્રજાતિયોની જરૂર પડી જે વધુ ગરમી અને વધુ ઠંડીને સહન કરીને શ્રેષ્ઠ દુધ ઉત્પાદનમાં સહાયક બની શકે.
Under a project by National Dairy Research Institute, Karnal to work on cloning of indigenous cow breeds such as Gir & Sahiwal, India’s first cloned Gir female calf named ‘Ganga’ weighing 32 kg was born and is growing well: NDRI pic.twitter.com/GPFS3a4J1y
NDRIના ડાયરેક્ટર ડો.ધીર સિંહે જણાવ્યું કે, આજે દેશી ગાયોની ઓછી ઉત્પાદન ક્ષમતા ભારતમાં સતત દુધ ઉત્પાદન માટે પડકાર બની છે. આ દિશામાં 2021માં ઉત્તરાખંડ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ દેહરાદૂનની મદદથી NDRI કરનાલના પૂર્વ ડાયરેક્ટર ડો.એમએસ ચૌહાણના નેતૃત્વમાં ગીર, સાહીવાલ અને રેડ-સિંધી જેવી દેશી ગાયોના ક્લોનિંગનું કામ શરૂ કરાયું હતું.