બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / World Environment Day announcement to develop Kevadia as an electric vehicle city
Shyam
Last Updated: 04:17 PM, 6 June 2021
ADVERTISEMENT
PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે. ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો છે. નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને લીલોતરી યથાવત્ રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
આવનારા સમયમાં કેવડિયામાં બેટરી સંચાલિત બસો, ટુ વ્હીલર અને ફોર વ્હીલર જ ચાલશે તથા એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રકારનો ઉલ્લેખ PM મોદીએ પોતાના વક્તવ્યમાં કર્યો હતો. જોકે હાલ તો SOU જંગલ સફારી પાર્ક અને આરોગ્યવનમાં તો પહેલેથી જ ઈ-કાર પ્રવાસીઓ માટે મૂકવામાં આવી છે. ત્યારે હવે કેવડિયા સિટીમાં પણ ઈ-બસ, ઈ-બાઈકથી માંડી તમામ ઈ-વ્હીકલનો જ ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસિત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે. કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હતો. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું. હાલમાં જ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે. નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે.
ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો હતો. નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને લીલોતરી બરકરાર રહે એ માટે નર્મદા જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો ન સ્થાપવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો. નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું.
તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નકશામાં અંકિત થયો છે. ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નિર્ણય લીધો છે. કેવડીયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસિત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર વિલર જ ચાલશે એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.