બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શ્રીમંત પરિવારમાં જન્મ, જાતિવાદ વચ્ચે બાળપણ વિત્યું, જાણો મસ્ક કેવી રીતે અમેરિકન નાગરિક બન્યા?
Nidhi Panchal
Last Updated: 02:14 PM, 6 July 2025
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલન મસ્ક વચ્ચે હવે દુશ્મનાવટ ઉભી થઈ છે. બંનેએ હવે જાહેરમાં એકબીજા પર મૌખિક હુમલા કરવા શરૂ કર્યા છે. ટ્રમ્પે તો અહીં સુધી કહી દીધું કે મસ્કને અમેરિકામાંથી દેશનિકાલ કરી દેવામાં આવશે. આટલું જ નહીં, મસ્કના નરેન્દ્ર 'One big Beautifull Bill' પરની ટીકા બાદ ટ્રમ્પ વધુ આક્રમક બન્યા છે.
ADVERTISEMENT
ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધીને કહ્યું કે માનવ ઇતિહાસમાં મસ્કને સૌથી વધુ સરકારી સબસિડી મળી છે. ટ્રમ્પનું કહેવું છે કે જો મસ્કને સબસિડી નહીં મળે, તો તેને પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પરત જવું પડશે. અહીંથી ચર્ચા શરૂ થાય છે મસ્કના મૂળ દક્ષિણ આફ્રિકાની ભૂમિ સાથેના જોડાણની. એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમનાં પિતા એન્જિનિયર અને પ્રોપર્ટી ડીલર હતા જ્યારે માતા મેય મસ્ક કેનેડાની હતી પણ તેમનું શિક્ષણ દક્ષિણ આફ્રિકામાં થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
એલન મસ્કનો જન્મ રંગભેદના યુગ દરમિયાન થયો હતો, જ્યાં ગોરા લોકોને વિશેષ અધિકારો આપવામાં આવતા હતા. આ વાતથી મસ્ક સ્વયં અકળાતા હતા અને 17 વર્ષની ઉંમરે ફરજિયાત લશ્કરી સેવાને ટાળવા કેનેડામાં તેમના દાદી પાસે ગયા હતા. ત્યારબાદ તેમણે અમેરિકામાં આવ્યા હતા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ વર્ષ 2002માં તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભયાનક પૂરથી 15 બાળકો સહિત 50 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
હાલમાં મસ્ક પાસે અમેરિકા, કેનેડા અને દક્ષિણ આફ્રિકા ત્રણેય દેશોની નાગરિકતા છે. તેમ છતાં મસ્ક દક્ષિણ આફ્રિકાની નીતિઓની ટીકા કરતા રહ્યાં છે. ખાસ કરીને ત્યાંના શ્વેત નાગરિકો દ્વારા કાળાં નાગરિકો પર થતા અન્યાય સામે તેઓ ઉઠાવ કરતા રહ્યા છે. મસ્કે આફ્રિકા માટે પોતાની સેટેલાઈટ કંપની 'સ્ટારલિંક' શરૂ કરવાનું વિચાર કર્યો હતો, પણ ત્યાં વિદેશી કંપનીઓ માટે શરત હતી કે કાળાં નાગરિકોને શેર આપવો પડશે. આ કારણે તેમને લાઈસન્સ મળી શક્યું નહીં. અખી વાતચીતની વચ્ચે હવે મસ્કે પોતાનો રાજકીય પક્ષ 'અમેરિકા પાર્ટી' લોન્ચ કરીને ત્રીજા વિકલ્પ તરીકે પોતાની રાજકીય યાત્રા શરૂ કરી છે. આ રાજકીય ચલચાલમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો સંઘર્ષ આગામી સમયમાં વધુ ગાઢ બનવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
શું યુદ્ધની શરૂઆત / ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.