બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / આ દેશમાં ભારતીયોને અભ્યાસ કરવા મળશે દોઢ કરોડની સ્કોલરશીપ, આ રીતે કરો એપ્લાય, શરતો લાગુ

NRI / આ દેશમાં ભારતીયોને અભ્યાસ કરવા મળશે દોઢ કરોડની સ્કોલરશીપ, આ રીતે કરો એપ્લાય, શરતો લાગુ

Last Updated: 12:31 PM, 20 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ વિદેશ ભણવા જવા માંગો છો અને યુકે કે યુએસ સિવાય અન્ય કોઈ દેશમાં અભ્યાસ માટે જવા વિચારી રહ્યા છો તો તમે એક વિચાર ન્યુઝીલેન્ડ માટે પણ કરી શકો છો. ન્યુઝીલેન્ડની ગણના સૌથી શાંત દેશમાંથી એકમાં થાય છે.

ન્યુઝીલેન્ડ વિશ્વનો સૌથી સુંદર અને શાંતિપ્રિય દેશ છે. હવે તમે અહીં જઈને પણ અભ્યાસ કરી શકો છો. ભારતની મુલાકાતે આવેલા ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. આ ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડની કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવા માટે છૂટ આપવાની પણ વાત કરી છે.

મંગળવારે આઇઆઇટી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને હાજરી આપી હતી અને કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ ભારતના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ આપવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ 'ન્યુઝીલેન્ડ સેન્ટર' પહેલ સાથે અનેક યોજનાઓ શરૂ કરી છે. IIT દિલ્હી ન્યુઝીલેન્ડની તમામ આઠ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરવા તૈયાર છે.

NZ-PM

દોઢ કરોડની શિષ્યવૃત્તિની જાહેરાત

બંને દેશોની સંસ્થાઓના સહયોગથી ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ્સ 2025 હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે 2.60 લાખ ન્યુઝીલેન્ડ ડોલર આશરે 1.30 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે જે 30 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે. આ ઉપરાંત એક વર્ચ્યુઅલ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની પણ જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ IIT દિલ્હીના 30 વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડની કંપનીઓમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાની તક મળશે.

STUDENT

કઈ શરતો પર મળશે સ્કોલરશીપ?

  • સ્ટુડન્ટની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
  • સ્ટુડન્ટ ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • સ્ટુડન્ટએ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ વિદ્યાર્થી વિઝા આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.
  • અરજી કરતી વખતે સ્ટુડન્ટ ભારતમાં રહેતો હોવો જોઈએ.
  • સ્ટુડન્ટ પાસે કોર્ષમાં પ્રવેશ માટે બિનશરતી ઓફર હોવી આવશ્યક છે.

કેવી રીતે કરશો એપ્લાય?

  • સૌ પ્રથમ studywithnewzealand.govt.nz પર અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ વિશે જાણો.
  • તમારી અરજી સીધી યુનિવર્સિટીમાં અથવા અધિકૃત એજન્ટો દ્વારા સબમિટ કરો.
  • immigration.govt.nz પર વિદ્યાર્થી વિઝા માટે અરજી કરો.
  • 30 એપ્રિલ2025ની છેલ્લી તારીખ પહેલાં NZEA2025 માટે અરજી કરો.
  • તમારી પસંદગીની રહેવાની વ્યવસ્થા પસંદ કરો.

ક્લાઇમેટ ચેન્જ અંગે ચાલી રહ્યો છે પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એન્જિનિયરિંગ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોની સંયુક્ત સંશોધન પહેલની પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્ટરબરી યુનિવર્સિટી અને IIT દિલ્હી પણ ક્લાઇમેટ ચેન્જ ( આબોહવા પરિવર્તન)સંબંધિત ભૂ-અવકાશી ડેટા પર એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ અને ભારતની સંસ્થાઓ હવે ઘણા એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે જે વિદ્યાર્થીઓને એકબીજાના દેશોની મુલાકાત લેવા, સંયુક્ત સંશોધન અને શૈક્ષણિક આદાન-પ્રદાન કરવા સક્ષમ બનાવશે.

વધુ વાંચો: કેનેડાની વર્ક પરમિટ થઇ ગઇ એક્સપાયર! તો હવે કઇ રીતે જૉબ કરશો? આ રહ્યો અન્ય વિકલ્પ

PM ક્રિસ્ટોફરે શું કહ્યું?

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે જેમ જેમ આપણે વધુને વધુ એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ અમે વિદ્યાર્થીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા તૈયાર છીએ. અમે જાહેર કરેલી પહેલો દ્વારા અમે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને ભાવિ નેતાઓ અને નવીનતાઓને સશક્ત બનાવી રહ્યા છીએ.

IIT દિલ્હીના ડિરેક્ટર પ્રો. રંગન બેનર્જીએ જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ સેન્ટર દ્વારા ન્યુઝીલેન્ડ સાથેની અમારી ભાગીદારીએ જ્ઞાન આદાનપ્રદાન, સંયુક્ત સંશોધન અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને સરળ બનાવ્યું છે. વર્ચ્યુઅલ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની રજૂઆત અમારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે એક્સપોઝર પ્રદાન કરશે અને તેમને ઉદ્યોગનો અનુભવ આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Scholarship Newzealand PM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ