બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:10 PM, 13 November 2024
ડાયાબિટીસનો રોગ બ્લડ સુગર કંટ્રોલમાં ન રહેતું હોય ત્યારે થાય છે. આ બીમારીની કાળજી રાખવામાં ન આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. જ્યારે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે, ત્યારે જ ડાયાબિટીસની બિમારી થાય છે.
ADVERTISEMENT
સુગરનું પ્રમાણ વધતાં કિડની, હાર્ટ, આંખો અને શરીરની નસોને ખૂબજ નુકસાન થાય છે. બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે અવેરનેસના ઘણા બધા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે 14 નવેમ્બરના રોજ 'વર્લ્ડ ડાયાબિટીસ ડે' મનાવવામાં આવે છે. આ બીમારીથી જો તમારે બચવું હોય તો, આ બાબતોની કાળજી રાખો.
1. પરિવારમાં કોઈને ડાયાબિટીસ ન હોવી જોઇએ
ADVERTISEMENT
જો તમારા પરિવારમાં કોઈ સદસ્યને ડાયાબિટીસ હોય તો તમારે સાવધાની રાખવાની જરૂર છે. ઘરમાં માતા-પિતા, ભાઈ-બહેન અને બીજી કોઈ વ્યક્તિને ટાઈપ-2 ડાયાબિટીસ હોય તો તમને પણ આ બીમારી લાગી શકે છે. આવું ન થાય તે માટે, ડૉક્ટરની સલાહ લો અને તમારી લાઇફસ્ટાઇલમાં ખાણી-પીણીનું ધ્યાન રાખો.
2. વજન વધતું હોય તો ચેતી જજો
વધુ વજન હોવું એ પણ ડાયાબિટીસનું એક કારણ છે. એક રિસર્ચ અનુસાર દર્શાવવામાં આવ્યું છે કે, પેટ પર જામેલી ચરબી ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધારી દે છે. જે લોકો મીઠાઈઓ ખાય છે, તેમનામાં ચરબી વધવાનું જોખમ રહેલું હોય છે. શરીરમાં મોટાપો આવે એ પણ હૃદયના રોગનું કારણ છે. આવી સ્થિતિમાં, જો તમારું વજન વધી રહ્યું છે તો તમારે સાવચેત રહેવું જોઈએ.
3. ફિઝિકલ ઍક્ટિવિટી ન કરવી
નિષ્ણાતોના અનુસાર, તમે જો ફિઝિકલ ઍક્ટિવિટી નથી કરતાં તો ડાયાબિટીસનું જોખમ ઘણું વધી જાય છે. જો તમે એક જ જગ્યાએ બેસી રહેતા હોય અને યોગ, રમતગમત, કસરતમાં ધ્યાન નથી આપતા તો તમને ડાયાબિટીસ થઈ શકે છે. ડાયાબિટીસથી બચવું હોય તો ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવી. કસરત કરવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે.
વધુ વાંચો અચરજ કહેવાય! તાવ આવવો સારો, થાય છે આટલાં આટલાં ફાયદા, માની ન શકાય તેવા
4. ગર્ભાવસ્થા દરમિયાન સાવચેત રહો
ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ હેલ્થ એક્સપર્ટ કહે છે કે, ગર્ભાવસ્થામાં બ્લડ સુગર પર નિયંત્રણ રાખવું જોઇએ. ગર્ભાવસ્થામાં જો ડાયાબિટીસ થાય તો માતા અને બાળક પર આ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિ ન બને તે માટે ડોકટરનું માર્ગદર્શન લેવું અને ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT