ભારતે રાજકીય લાભ માટે ક્રિકેટને બનાવ્યો નિશાનો: સરફરાઝ અહમદ

By : krupamehta 10:59 AM, 23 February 2019 | Updated : 10:59 AM, 23 February 2019
કરાચી: પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધ તોડવાની માગ વચ્ચે પડોસી દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદનું નિવેદન આવ્યું છે. સરફરાઝે કહ્યું છે કે પુલવામા આતંકી હુમલા બાદ ક્રિકેટને ટાર્ગેટ કરવો નિરાશાજનક છે અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ થવી જોઇએ. ભારતમાં આ મેચના બહિષ્કારની ઊઠી રહેલી માગ વચ્ચે સરફરાઝે કહ્યું કે પાકિસ્તાન ક્યારેય ક્રિકેટને રાજકારણ સાથે જોડતું નથી. 

પાકિસ્તાની કેપ્ટને ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની અપીલ કરતા કહ્યું કે બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓના રસને જોતા આ મેચ રમાવી જોઇએ. સરફરાઝે એક પાકિસ્તાની વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'ભારત અને પાકિસ્તાનની મેચ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થવી જોઇએ કારણ કે લાખો લોકો છે જે આ મેચને જોવા ઇચ્છે છે. મારું માનવું છે કે રાજકીય હિતો માટે ક્રિકેટને ટાર્ગેટ કરવો જઇએ નહીં.' આગળ એમને કહ્યું કે મને યાદ નથી કે પાકિસ્તાને ક્યારેય ણ રમતો સાથે રાજકારણ જોડ્યું હોય. એમને કહ્યું કે  રાજકીય ફાયદા માટે ક્રિકેટને નિશાનો બનાવવો જોઇએ નહીં. 

ઉલ્લેખનીય છે કે આતંકી હુમલા બાદ પાકિસ્તાથી દરેક પ્રકારના સંબંધ તોડવાની માંગ કરવામાં આવી રહી છે. એમાં ક્રિકેટ પણ સામેલ છે. ઘણા સીનિયર ખેલાડીઓનું કહેવું છે કે ભારતે 16 જૂને પાકિસ્તાનની સાથે વર્લ્ડ કપમાં રમાનારી મેચ રમવી જોઇએ નહીં. શુક્રવારે એની પર પ્રશાસકોની સમિતિની મીટિંગ પણ થઇ હતી. Recent Story

Popular Story