Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp
OMG

અવિસ્મરણીય / જ્યારે અડધી રાતે થયો સૂર્યોદય, સિંગાપુરથી લંડન જનારા આ પરિવારનો અદભુત પ્રવાસ

જ્યારે અડધી રાતે થયો સૂર્યોદય, સિંગાપુરથી લંડન જનારા આ પરિવારનો અદભુત પ્રવાસ

ટીમ ઇન્ડીયાનો જુસ્સો વધારવા માટે સિંગાપુરથી લંડન સુધી 6 સભ્યોવાળું એક પરિવાર કાર દ્વારા પહોંચી ગયુ. 17 મેનાં રોજ સિંગાપુરથી ઉપડેલ આ પરિવાર 17 દેશોની બોર્ડર પાર કરીને 5 જુલાઇનાં રોજ લંડન પહોંચ્યુ. એક ખાનગી ન્યૂઝ ચેનલે ઓનલાઇન ટીમે લંડનમાં પહોંચેલ આ પરિવારનાં સભ્ય અનુપમ અને અદિતિ માથુર સાથે વાતચીત કરી અને તેમની સાથે અદભુત અને રોમાંચક પ્રવાસને વિશે પણ વાત કરી. અનુપમ માથુરે જણાવ્યું કે, "ફેબ્રુઆરીમાં જેવી વર્લ્ડ કપની જાહેરાત થઇ કે તુરંત જ વિચારી લીધું કે લંડન જઇને વર્લ્ડ કપની ફાઇનલ જોઇશું પરંતુ બાદમાં વિચાર બદલાઇ ગયો અને રોમાંચક રીતે કંઇક કરવાનું વિચાર્યુ.

Anupam Mathur

ટીમ ઇન્ડીયાનો જુસ્સો વધારવા માટે સિંગાપુર (Singapore) થી લંડન (London) સુધી 6 સભ્યોવાળું એક પરિવાર (family) કાર દ્વારા પહોંચી ગયુ. 17 મેનાં રોજ સિંગાપુરથી ઉપડેલ આ પરિવાર 17 દેશોની બોર્ડર પાર કરીને 5 જુલાઇનાં રોજ લંડન પહોંચ્યુ. આ ભારતીય પરિવારને એવી આશા છે કે 14 જુલાઇનાં રોજ લંડનનાં લોર્ડ્સ મેદાનમાં યોજાનાર વર્લ્ડ કપ (World Cup) ફાઇનલમાં ટીમ ઇન્ડીયા પોતાની જગ્યા બનાવશે અને જીતશે પણ.

ત્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલે ઓનલાઇન ટીમે લંડનમાં પહોંચેલ આ પરિવારનાં સભ્ય અનુપમ અને અદિતિ માથુર સાથે વાતચીત કરી અને તેમની સાથે અદભુત અને રોમાંચક પ્રવાસને વિશે પણ વાત કરી. અનુપમ માથુરે જણાવ્યું કે, "ફેબ્રુઆરીમાં જેવી વર્લ્ડ કપની જાહેરાત થઇ કે તુરંત જ વિચારી લીધું કે લંડન જઇને વર્લ્ડ કપની ફાઇનલ જોઇશું પરંતુ બાદમાં વિચાર બદલાઇ ગયો અને રોમાંચક રીતે કંઇક કરવાનું વિચાર્યુ. પછી પ્લાન બન્યો કે કેમ ના કાર દ્વારા સિંગાપુરથી લંડન જવામાં આવે. આ વિચાર મનમાં આવતા જ આને વિશે જાણકારી મેળવવાની પણ શરૂ કરી દીધી. વીઝા અને અન્ય જરૂરી કાગળો માટે તમામ પ્રકારની ઔપચારિકતા પૂર્ણ કરી અને પછી 17 મેનાં રોજ રોમાંચક યાત્રા પર નિકળી પડ્યાં."

જ્યારે રસ્તામાં લાગ્યું કે હવે શું થશે...

અનુપમની પત્ની અદિતીએ રસ્તાઓની ખતરનાક ક્ષણોને વિશે જાણકારી શેર કરતા કહ્યું કે, જ્યારે તેઓને ચીન અને કિર્ગિસ્તાનની વચ્ચેથી પસાર થવું પડ્યું તો ખૂબ જ ખતરનાક ઘટનાનો સામનો કરવો પડ્યો. અદિતિએ જણાવ્યું કે, જ્યારે તેઓ ચીનની સીમા પાર કરીને કિર્ગિસ્તાનમાં ઘુસ્યા તો તેઓએ પહાડી રસ્તાઓ પર ભારે હિમવર્ષાનો સામનો કરવો પડ્યો. માર્ગ પર સાઇડમાં રોડ રિફલેક્ટર પણ ન હોતા. રાત થઇ રહી હતી અને રોકાવાનાં કોઇ જ ઠેકાણા પણ ન હોતા મળી રહ્યાં. પરત ચીનમાં જઇ ન હોતા શક્યા કેમ કે વીઝા માત્ર રોડ પાસિંગનો જ હતો. એવામાં તેઓને એવો ડર સતાવવા લાગ્યો કે બે નાના બાળકો અને સાસુ-સસરાની સાથે અહીં કારમાં રાત ગુજારવી પડી પરંતુ નસીબે તેમનો સાથ આપ્યો. થોડાક સમય પછી એક નાના ગામમાં પહોંચ્યા અને ત્યાંનાં એક નાના ઘરમાં જઇને આશરો લીધો.

 

અનુપમે રસ્તાઓને વિશે વાત કરતા કહ્યું કે, જ્યારે તેઓ માસ્કોથી આગળ વધ્યા ત્યારે પણ એવી જગ્યાઓ સામે આવવા લાગી કે જેની રજૂઆત ઇન્ટરનેટ પર ન હોતી. એવામાં લોકલ લોકોની મદદ દ્વારા અમે આગળ વધ્યા. માસ્કોથી એક રસ્તો સીધો જ લંડન જતો હતો અને એક લાંબો રસ્તો સ્વીડનમાં આર્કટિક રેખાથી થઇને જતો હતો. અમે આર્કટિક રેખા સુધી જવાનું નક્કી કર્યુ. અમે કદાચ દુનિયામાં પહેલા એવા પરિવાર હશું કે જેની ત્રણ પેઢીઓએ એક સાથે વિષુવવૃત્ત રેખા પર સ્થિત સિંગાપુરથી આર્કટિક રેખા સુધી એક સાથે મુસાફરી કરી હોય.

અડધી રાત્રે જ થવા લાગ્યો સૂર્યાસ્ત અને સૂર્યોદયઃ
આર્કટિક રેખા પર પહોંચીને અમને અદભુત અનુભવ થયો. 21 જૂનનાં રોજ આ રેખા પર ક્યારેય રાત નથી થતી, 24 કલાક સૂર્ય ચમકતો રહે છે. અમે સ્વીડનનાં જુકાસબરી જગ્યા પર 28 જૂનનાં રોજ પહોંચ્યાં. ત્યારે રાત્રીનાં 12 કલાકે પણ આકાશમાં સૂર્ય ચમકી રહ્યો હતો. ત્યારે અમે એક અદભુત નજારો જોયો. રાત્રીનાં 12 કલાક ને 15 મીનીટ પર સૂર્યાસ્ત થયો અને ઠીક 15 મિનીટ બાદ સૂર્યોદય થવા લાગ્યો. એ જોવું ખૂબ રોમાંચક હતું કે એક તરફ સૂર્યોદય થઇ રહ્યો છે અને બીજી બાજુ સૂર્યાસ્ત.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ