World Cup 2023: ભારતની ધરતી પર વનડે વર્લ્ડ કપ 2023, 5 ઑક્ટોબરથી શરૂ થશે પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલાં ICCએ મોટો નિર્ણય લીધો છે જે બાદ ભારતને હોમ એડવાંટેજનો લાભ નહીં મળી શકે.
વનડે વર્લ્ડ કપ 2023 પહેલાં ICCનો નિર્ણય
પિચને લઈને કર્યો મોટો ફેરફાર
ટીમ ઈન્ડિયાને પડી શકે છે આ નિર્ણય ભારે
ભારતની ધરતી પર ICC 2023 વનડે વર્લ્ડ કપ 5 ઑક્ટોબરથી શરૂ થશે જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરનાં રોજ રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યું હતું. વનડે વર્લ્ડ કપ 2023 પહેલાં ICCએ પિચને લઈને મોટો નિર્ણય કર્યો છે. રિપોર્ટસ્ અનુસાર 3 ઑગસ્ટનાં મુંબઈમાં થયેલી મીટિંગમાં ICCનાં ચીફ ક્યૂરેટર એન્ડી એટકિંસને તમામ ક્યૂરેટર્સને આદેશ આપ્યો છે કે તેઓ વોર્મ-અપ મેચો સહિત તમામ વર્લ્ડ કપ વેન્યૂ પર પિચ તૈયાર કરતાં સમયે હોમ ટીમનાં પ્રેશરમાં ન આવે.
હોમ ટીમને મળતો હોય છે ફાયદો પણ..
અત્રે ઉલ્લેખનીય છે કે દરવખતે હોમ ટીમને એડવાંટેજ મળે છે કે તે પોતાના હિસાબે પિચ તૈયાર કરાવી શકે પરંતુ આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાને હોમ એડવાંટેજનો લાભ નહીં મળે. કારણકે ICC દ્વારા આ અંગે ક્યૂરેટર્સને આદેશ આપવામાં છે.
બેઠકમાં થઈ ચર્ચા
સૂત્રો અનુસાર આ બેઠકમાં ICC હેડ ક્યૂરેટરે કહ્યું કે,' ક્યૂરેટર્સને એ સુનિશ્ચિત કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ કે જ્યારે પિચ તૈયાર કરવાની વાત આવે છે ત્યારે તેઓ ઘરેલૂ ટીમનાં દબાણમાં ન આવે. પિચ તૈયાર કરતાં તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે પિચ શક્ય હોય તેટલી સ્પોર્ટી હોય, ન કે ઘરેલૂ ટીમનાં પક્ષમાં હોય '
વોર્મ-અપ શિડ્યૂલનું એલાન
ICCએ વનડે વર્લ્ડ કપ માટે વોર્મ-અપ શિડ્યૂલનું એલાન કરી દીધું છે. વોર્મ-અપ મેચ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 3 ઑક્ટોબર સુધી ચાલશે. રોહિત શર્માની ટીમ પહેલી વોર્મ-અપ મેચ 30 સપ્ટેમ્બરનાં ગુવાહટીમાં ઈંગ્લેન્ડની સામે રમશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની દ્વિતીય વોર્મ-અપ મેચ 3 ઑક્ટોબરનાં નેધરલેન્ડની સામે રમશે.