આ વર્લ્ડકપના ફાઈનલ મેચમાં જીત કોઇ પણ ટીમની થાય પરંતુ દુનિયાને નવો વર્લ્ડકપ ચેમ્પિયન મળશે, કારણ કે આ પહેલા ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંને માંથી કોઇ પણ ટીમ હજુ સુધી વર્લ્ડકપ જીતી શકી નથી.
ક્રિકેટ વિશ્વ કપ 2019 ની રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓ માટે હવે 14 જુલાઈ 2019 ના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજવામાં આવશે.
આ વર્લ્ડકપના પુરસ્કારી મેચમાં જીમ કોઇ પણ ટીમની થાય પરંતુ દુનિયાને નવો વર્લ્ડકપ ચેમ્પિયન મળશે, કારણ કે આ પહેલા ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંને માંથી કોઇ પણ ટીમ હજુ સુધી વર્લ્ડકપ જીતી શકી નથી.
ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇંગ્લેન્ડે 27 વર્ષ બાદ વર્લ્ડકપ ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઇંગ્લેન્ડની ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડે છેલ્લી વખત 1922માં પાકિસ્તાન સામે ફાઇનલ રમી હતી, જ્યાં તે હારી ગઇ હતી. એ પહેલા ઇંગ્લેન્ડ ટીમ 1987 અને 1979માં ફાઇનલમાં પહોંચી હતી.
વર્લ્ડકપની શરૂઆતમાં જ ઇંગ્લેન્ડને જીતનો સૌથી વધારે દાવેદાર માનવામાં આવી રહ્યો છે. લીગ મેચમાં એ થોડી લથડી ગઇ હતી પરંતુ મેજબાન ટીમે દમદાર વાપસી કરી અને પોતાને સાબિત કરી.
મેજબાન ટીમે પહેલા બેટિંગનો નિર્ણય લઇને ઓસ્ટ્રેલિયાને મેન ઓફ ધ મેચ પસંદ થયેલ ક્રિસ વોક્સની આગેવાનીમાં સારી બોલિંગના દમ પર 49 ઓવરોમાં 223 રનો કરી નાંખ્યા અને પછી આ લક્ષ્યને 32.1 ઓવરોમાં માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 11 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાઈ છે જેમાંથી સૌથી વધુ 5 વખત ઓસ્ટ્રેલિયાએ કપ જીત્યાં છે. જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ માત્ર બે દેશો જેમને 2 વખત વર્લ્ડ કપ જીત્યાં છે.
વર્લ્ડ કપના ઈતિહાસમાં વર્ષ 2011 સુધી એક અનોખો રેકોર્ડ રહ્યો હતો કે જેમાં યજમાન ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી નહોતી. ભારતે 2011માં વર્લ્ડ કપ જીતીને આ રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે 2015માં ઓસ્ટ્રેલિયાએ પણ જીત મેળવીને રેકોર્ડ બ્રેક કર્યો હતો. આમ 2011 અને 2015ના વર્લ્ડ કપમાં એવું બન્યું હતું કે યજમાન ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હોય. આવામાં 2019માં ફરી વખત આ ઈતિહાસ રચાય એવું લાગી રહ્યું છે. એટલે જો 2019 વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડ મૅચ જીતી જાય છે તો આ યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ જશે.