બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / world Condemns Russia Over Brutality Against Alexei Navalny Supporters While Is Wife Is Detain

આંદોલન / આ વ્યક્તિની ધરપકડ બાદ રશિયામાં ભયંકર વિરોધ પ્રદર્શન, હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર-પોલીસ સાથે હિંસક ઝડપ

Parth

Last Updated: 11:12 AM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના રસ્તાઑ હજારોની સંખ્યામાં લોકો હાડ થિજવી દે તેવી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે જે બાદ ઘણા દેશોએ રશિયા સરકારની ટીકા કરી છે.

  • રશિયામાં ભારે સંખ્યામાં લોકોનો વિરોધ, મોસ્કોમાં કેટલાય રસ્તા જામ 
  • પુટીનના વિરોધી એલેક્સી નવેલનીની ધરપકડ બાદ ભડકી ઉઠી જનતા
  • સ્વદેશ પરત આવતા જ એરપોર્ટ પર જ નવેલનીની કરાઇ ધરપકડ 

મોસ્કોમાં હજારો લોકો રસ્તા પર આવ્યા 

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનના કટ્ટર વિરોધી એલેક્સી નવલનીની ધરપકડ બાદ આખા દેશમાં ભારે હંગામો થઈ રહ્યો છે અને વિરોધમાં હજારોની સંખ્યામાં રસ્તાઓ જામ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રશિયાના પાટનગર મોસ્કોમાં જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે. 

પોલીસ પર બરફના ગોળાથી વાર 

નોંધનીય છે કે રશિયામાં -50 ડીગ્રી તાપમાન હોવા છતાં લોકોમાં આંદોલનનો જુવાળ જોવા મળી રહ્યો છે. આટલી ઠંડી હોવા છતાં લોકો રસ્તા પર અડગ છે તથા રસ્તા પર જામેલી બરફને પોતાનો હથિયાર બનાવી લીધો છે. બરફના ગોળા બનાવીને પોલીસને મારવામાં આવી રહ્યા છે. પ્રદર્શનને જોતાં સેંકડોની સંખ્યામાં લોકોને પોલીસે લોકોને પકડ્યા છે અને નવલનીના પ્રવક્તા અને વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે. 

નવેલનીની ધરપકડ બાદ લોકોમાં ગુસ્સો 

રશિયાના મીડિયા અહેવાલો અનુસાર રશિયામાં આશરે 60 શહેરોમાં નવેલનીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં જ વતન પરત આવેલા નવેલનીની મોસ્કો એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ દેશભરમાં આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. 

પોલીસે આપી ચેતવણી 

રશિયામાં ભારે વિરોધના પગલે વિદ્રોહની આશંકા છે તથા પોલીસે લોકોને પ્રદર્શન ન કરવાની ચેતવણી આપી દીધી છે. આમ છતાં મોસ્કોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે અમુક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કને બંધ કરી દેવામાં આવ્યા છે. 

અમેરિકા અને ફ્રાન્સે સરકારની કરી ટીકા 

નોંધનીય છે કે મહિનાઓ પહેલા નવલનીને ઝેર આપવામાં આવ્યું હતું જે બાદ તે જર્મનીમાં સારવાર લઈ રહ્યા હતા અને હાલ જ સ્વદેશ પાછા આવ્યા હતા. રશિયામાં થઈ રહેલા પ્રદર્શનના કારણે ઘણા બધા દેશોએ પુટીનની ટીકા પણ કરી છે. અમેરિકા અને ફ્રાંસ સહિતના કેટલાક દેશોએ સરકારની નિંદા કરીને નવેલનીની છોડવાની માંગ કરી છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ પુટીનની મુશ્કેલીઑ વધી ગઈ હતી કારણ કે નવેલનીને ઝેર આપવાના આરોપ તેમના પર લાગ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Moscow Russia alexei navalny vladimir putin પુટીન રશિયા russia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ