બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 2.8 કરોડમાં નવા બ્રેસ્ટ નખાવ્યા! પછી ધાર્યા બહારનું થયું! અસહ્ય દર્દ અને હેરાનગતિનો કિસ્સો ખૌફનાક
Last Updated: 06:51 PM, 25 March 2025
ચીનમાં એક મહિલા એ સુંદર અને સુડોળ દેખાવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી. સર્જરી તો થઈ ગઈ પરંતુ તે બાદ જે થયું તે ગંભીર રૂપે શારીરિક અને માનસિક દર્દમાં છે. ચીનના જિયાંગ્શી શહેરની એક મહિલા હવે ન્યાય માંગી રહી છે.
ADVERTISEMENT
કરોડોમાં થયો ખર્ચ
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, લિંગલિંગ નામની મહિલાએ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ અને તેની બાદની ટ્રીટમેન્ટ માટે લગભગ 2.8 કરોડ રૂપિયા (2.4 મિલિયન યુઆન) ખર્ચ કર્યા. આટલા પૈસા ખર્ચ્યા પછી, તેને ખબર પડી કે બ્રેસ્ટ વધારવા માટે ઉપયોગમાં લેવાતા ઇમ્પ્લાન્ટમાં ગાય અને જંગલી હરણ (મૂઝ) ના DNA છે.
લિંગલિંગને આ સૂચન ક્યાંથી મળ્યું?
લિંગલિંગે 2017 માં નવી સ્તન ઇમ્પ્લાન્ટ ટેકનોલોજી અપનાવવાનું નક્કી કર્યું. આ વિચાર તેને એક બ્યુટી સલૂનના માલિકે સૂચવ્યો હતો. નવી ટેકનિક એ હતી કે ઇમ્પ્લાન્ટેશનમાં, દર્દીનું કોલેજન (જે આપણું માંસ, ચામડી અને હાડકાં બનાવે છે) દૂર કરવામાં આવશે અને પછી તેને બ્રેસ્ટમાં પાછું ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવી સ્થિતિમાં દર્દીનું શરીર આ ઇમ્પ્લાન્ટને રિજેક્ટ નહિ કરે.
સર્જરી પછી શું થયું?
ક્લિનિકના દાવાથી પ્રભાવિત થઈને, લિંગલિંગ, સલૂન માલિક સાથે, પ્રક્રિયા માટે બીજિંગ ગઈ. અહીં હેડ સર્જન બાઈ જિને તેમને ખાતરી આપી કે સમગ્ર ઓપરેશન સરળ અને સલામત હતું. જોકે, સર્જરી પછી તરત જ, લિંગલિંગને છાતીના વિસ્તારમાં દુખાવો થવા લાગ્યો. પીડાથી છૂટકારો મેળવવા માટે, લિંગલિંગને આગામી છ વર્ષમાં નવ અલગ અલગ કોસ્મેટિક પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. લિંગલિંગને ઘણી વખત હોસ્પિટલની મુલાકાત લેવી પડી, જેનો કુલ ખર્ચ 2.8 કરોડ રૂપિયાથી વધુ હતો.
આવી રીતે ખુલ્યું રહસ્ય
2023 માં, લિંગલિંગને ખબર પડી કે તેના બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ લીક થઈ ગયા છે અને તેનો આકાર બગડી ગયો છે. તેને કહ્યું, "મારા બ્રેસ્ટ પર બે ગાંઠો હતી જે મારા પેટ સુધી પહોંચી ગઈ." 2024 માં, તેને ઇમ્પ્લાન્ટ કાઢવા અને પરીક્ષણો કરાવવા માટે શાંઘાઈ ક્લિનિકમાં જવાનું નક્કી કર્યું. આ પ્રક્રિયા દરમિયાન ડોકટરોને શારીરિક નુકસાનનું કારણ જાણવા મળ્યું. તેમાં ગાય, જંગલી હરણ (મૂસ), ઊંટ, ચામાચીડિયા અને ગોરિલાના DNA મળ્યું.
આ પણ વાંચો: 'PoKને ખાલી...', UNSCમાં પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી, જુઓ શું કહ્યું
ક્લિનિક અને બ્યુટી સાલું થયા બંધ
લિંગલિંગે વળતર મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ખબર પડી કે ક્લિનિક અને બ્યુટી સલૂન બંને બંધ થઈ ગયા છે. આ મહિનાની શરૂઆતમાં, લિંગલિંગે બીજિંગ મ્યુનિસિપલ હેલ્થ કમિશનને આ કેસની જાણ કરી હતી, પરંતુ ક્લિનિક અને બ્યુટી સલૂન બંને બંધ હોવાથી, ન્યાય મેળવવાની તેમની કાનૂની લડાઈમાં અવરોધ આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.