બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:03 PM, 16 April 2025
દરેકના ઘરમાં કોઈને કોઈ ખૂણો, કબાટ એવો હોય છે જ્યાં જૂના કાગળો, બિલો, અને કદાચ નકામા એવા કાગળોના ઢગલા પડેલા હોય છે. આમ તો એવું ઘણું કમનસીબે જ બને કે એવો કાગળ મળી આવે જે આખી જિંદગી બદલી નાખે. પણ ચિલીનો એક માણસ, એક્ઝિક્વેલ હિનોજોસા સાથે કંઈક એવું જ અદ્ભુત બન્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક દિવસ હિનોજોસા પોતાના ઘરમાં જૂના કચરાના કાગળો ગોઠવી રહ્યા હતા. એ સમયે એક કાગળ પર તેમની નજર પડી. સામાન્ય રીતે તો લોકો એવું કાગળ જોઈને ફેંકી દે, પણ તેમણે એને ઉઠાવ્યો અને ઊલટાવીને જોયો. આશ્ચર્યની વાત એ હતી કે એ કોઈ સામાન્ય કાગળ નહોતો, પરંતુ તેમના પિતાની જૂની બેંક પાસબુક હતી. એ જોઈને હિનોજોસા ખૂબ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે તેમના પિતાનું અવસાન લગભગ 10 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને તેમને ક્યારેય ખબર પણ નહોતી કે તેમનાં પિતાએ કોઈ ખાતું ખોલ્યું હતું.
બેંક અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, હિનોજોસાના પિતાએ 1960-70ના દાયકામાં ઘરની ખરીદી માટે બેંકમાં લગભગ ₹1.4 લાખ જમા કરાવ્યા હતા. દુર્ભાગ્યે તેમનું મૃત્યુ થઈ ગયું અને પરિવારના કોઈ સભ્યને આ ખાતાની જાણ પણ નહોતી. વર્ષો બાદ જ્યારે હિનોજોસાને 62 વર્ષ જૂની આ પાસબુક મળી, ત્યારે એમ લાગ્યું કે હવે આનો કોઈ ઉપયોગ નથી, કારણ કે તે બેંક તો ઘણા સમય પહેલા જ બંધ થઈ ગઈ હતી. પાસબુકમાં લખાયેલા એક શબ્દે બધું બદલી નાખ્યું: “State Guarantee”. તેનો અર્થ એ થાય છે કે જો બેંક બંધ થઈ જાય અથવા નાબૂદ થઈ જાય, તો સરકાર તેનો વળતર આપવી પડશે. આ જોઈને હિનોજોસાને આશા જાગી કે કદાચ તેમને આ પૈસા પાછા મળી શકે છે.
આ પણ વાંચો : શું વિશ્વભરના ડોમેન બદલાઈ જશે? Google કરવા જઈ રહ્યું છે મોટો ફેરફરા, જાણો
હિનોજોસાએ સરકારને સંપર્ક કર્યો અને તેમના પિતાના પૈસા પરત માગ્યા. શરૂઆતમાં સરકાર તરફથી ના પાડવામાં આવી પણ હિનોજોસાએ હાર ન માની અને કાનૂની લડત શરૂ કરી. કોર્ટમાં કેસ ચાલ્યો અને અંતે હિનોજોસાના હકમાં ચુકાદો આવ્યો. કોર્ટે સરકારને આદેશ આપ્યો કે હિનોજોસાને વ્યાજ સહિત પૈસા પરત આપો. પરિણામે, સરકાર તરફથી હિનોજોસાને કુલ $1.2 મિલિયન જે આજે ભારતીય રૂપિયામાં લગભગ રૂ. 10.27 કરોડ થાય છે જે ચૂકવવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.