બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / પહેલા ધોની, પછી હોકી ટીમ અને હવે ડી ગુકેશ, ભારતને ચેમ્પિયન બનાવતા વિદેશીની ઈનસાઈડ સ્ટોરી
Last Updated: 11:06 AM, 13 December 2024
ડોમ્મારાજુ ગુકેશ (ડી ગુકેશ) (Gukesh Dommaraju) ના ચેસ વર્લ્ડ ચેમ્પિયન (World Chess Championship 2024) બનવામાં સાઉથ આફ્રિકાના પેડી અપટન (Paddy Upton) નું કનેક્શન સામે આવ્યું છે. આ એ જ અપટન (Paddy Upton) છે, જે પ્રખ્યાત માનસિક અને કન્ડીશનીંગ કોચ છે. આ પહેલા પણ તેઓ 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ સાથે કામ કરી ચુક્યા છે. તો વર્ષ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમ સાથે પણ તેઓ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
પેડી (Paddy Upton) એ જણાવ્યું કે કેવી રીતે ગુકેશે (D Gukesh) આ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ (World Chess Championship 2024) પહેલા પોતાને તૈયાર કર્યા. એક વીડિયોમાં ગુકેશે પોતે જણાવ્યું કે તેમણે આ ચેમ્પિયનશિપ માટે કેવી રીતે તૈયારી કરી, કેવી રીતે પેડીએ તેમને મેન્ટલ અને ફિઝીકલી તૈયાર કર્યા. તેઓ માનસિક રીતે મજબૂત બની ગયા.
Mental coach Paddy Upton says he's spoken to Gukesh once a week for the last 6 months, with the plan to have him so ready no contact was needed during the match. He says a big mistake players make is to think they need to do something completely different in their 1st huge event pic.twitter.com/64y7qm1Fvk
— chess24 (@chess24com) December 12, 2024
ગુકેશે (D Gukesh) જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી પેડી (Paddy Upton) સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે 3 ડિસેમ્બરના રોજ શેર કરેલા આ વીડિયોમાં ફાઈનલ માટેની તૈયારી વિશે કહ્યું કે પેડી સાથે કામ કરવું ખૂબ આનંદદાયક હતું. 18 વર્ષીય ગુકેશ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવીને ઇતિહાસના સૌથી યુવા ચેસ ચેમ્પિયન બની ગયા.
ત્યારે એક ઇન્ટરવ્યુમાં અપટને (Paddy Upton) ડી ગુકેશ વિશે કહ્યું - આખી ટૂર્નામેન્ટમાં જે રીતે તેમણે (D Gukesh) પોતાની જાતને સંભાળી, તેના પર ગર્વ થવો જોઈએ. 18 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Chess Championship 2024) માં અસાધારણ પરિપક્વતા દર્શાવી. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે દરેક ચાલમાં પરફેક્ટ રમશે અથવા દરેક ગેમમાં પરફેક્ટ રમશે અથવા 14 ગેમ માટે પરફેક્ટ ટુર્નામેન્ટ રમશે. આ કરવું શક્ય નથી.
The emotional moment that 18-year-old Gukesh Dommaraju became the 18th world chess champion 🥲🏆 pic.twitter.com/jRIZrYeyCF
— Chess.com (@chesscom) December 12, 2024
પેડી (Paddy Upton) એ આ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે અમે આ વસ્તુને લઈને પણ તૈયારી કરી કે જ્યારે તેમનો વિરોધી તેની ચાલને લઈને પ્લાનિંગમાં વ્યસ્ત હોય છે, તો તેઓ પોતાની જાતને અને પોતાના મનને કેવી રીતે નિયંત્રિત કરશે.
પેડી (Paddy Upton) એ કહ્યું કે અમે તેમની રણનીતિના અન્ય પાસાઓ પર ચર્ચા કરી છે કે જ્યારે તેઓ રમતમાં આગળ હોય તો તેઓ પોતાની જાતને કેવી રીતે સંભાળશે, જ્યારે તેઓ રમતમાં પાછળ હોય અથવા જ્યારે તેઓ રમત દરમિયાન દબાણમાં હોય ત્યારે તેઓ પોતાની જાતને કેવી રીતે સંભાળશે? જ્યારે તેઓ ટુર્નામેન્ટમાં આગળ છે, જેમ કે એક રમત આગળ છે, જો તેઓ પાછળ છે, જો તેમને 6-6ની સ્થિતિ મળી છે, તો તેઓ પોતાને કેવી રીતે સંભાળશે. એટલે કે અમે દરેક પરિસ્થિતિ માટે તૈયારી કરી હતી.
ડી ગુકેશે (D Gukesh) રચી દીધો ઇતિહાસ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન 2024 (World Chess Championship 2024) ની ફાઈનલ મેચ ગુરુવારે (12 ડિસેમ્બર) સિંગાપોરમાં રમાઈ. આ મેચમાં ભારતના ડી ગુકેશ (D Gukesh) નો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ચેસ માસ્ટર ડીંગ લિરેન સામે હતો. બ્લેક પીસ સાથે રમતા ડી ગુકેશે 14મી ગેમમાં ડીંગ લિરેનને હરાવી ટાઈટલ પર કબજો કરી લીધો. જ્યારે ગુકેશને લાગ્યું કે તેમની જીત ખૂબ નજીક છે અને તે નવા ચેમ્પિયન બનવાના છે, આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા. તેઓ ભાવુક થઈ રડવા લાગ્યા. તેનો આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે.
પોતાની આ જીત સાથે 18 વર્ષીય ડી ગુકેશ (D Gukesh) ચેસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયા છે. આ ઉપરાંત, તેઓ એક રેકોર્ડના મામલે વિશ્વનાથન આનંદની ચેસ ક્લબમાં પણ સામેલ થઈ ગયા. વાસ્તવમાં, ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર ભારતના બીજા ખેલાડી બની ગયા છે. જ્યારે વિશ્વનાથન પ્રથમ ભારતીય છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે 2013માં છેલ્લું ટાઇટલ જીત્યું હતું. ગુકેશ પહેલાં, રશિયન લિજેન્ડ ગેરી કાસ્પારોવ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન હતા, જેમણે 1985માં એનાટોલી કાર્પોવને હરાવીને 22 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો: VIDEO: ડી ગુકેશે નાનો હતો ત્યારે કરેલી ભવિષ્યવાણી સાચી પડી, 18 વર્ષે જ સપનું કર્યું સાકાર
સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT