વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ

By : juhiparikh 10:42 AM, 05 August 2018 | Updated : 10:42 AM, 05 August 2018
ભારતીય સ્ટાર પીવી સિંધુ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી ગઇ છે. વર્લ્ડ નંબર 3 સિંધુએ સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવવા માટે સફળ રહી છે, આ સાથે જ તેણે ટૂર્નામેન્ટમાં પોતાનો સિલ્વર મેડલ પાક્કો કરી દીધો છે. 

શનિવારે પીવી સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની વર્લ્ડ નંબર 2 અકાને યામાગુચીને સીધી ગેમ્સમાં 21-16, 24-22થી હરાવી. સિંધુ શરૂઆતમાં પાછળ હતી પણ તેણે ઝડપથી મેચમાં કમબેક કરી લીધું અને પોતાની લય મેળવી લીધી. એક સમયે તે 12-18થી પાછળ હતી પણ ત્યારબાદ તેણે હરીફને કોઈ તક આપી નહીં. તેણે સતત 7 પૉઈન્ટ્સ જીતીને 20-19ની સરસાઈ મેળવી લીધી. બંને પ્લેયર્સમાં એક-એક પૉઈન્ટ માટે સંઘર્ષ જોવા મળ્યો.આ સાથે જ સિંધુએ પોતાના કરિયરમાં યામાગુચી પર 7મી વખત જીત મેળવી, જ્યારે યામાગુચીએ સિંધુની સામે 4 વખત જીત મેળવી છે.

હવે સિંધુ ફાઇનલમાં ઓલંપિક ચેમ્પિયન અને 2 વખતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનની સામે રમશે. મારિને સેમિફાઇનલમાં ચીનની જ બિંગજિયાઓને 13-21, 21-16, 21-13 થી માત આપી.

જણાવી દઈએ કે, ગત વર્ષે સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને 19-21, 22-20, 20-22થી હરાવી ટાઈટલ હારી ગઈ હતી પણ આ વખતે સિંધુએ ઓકુહારાને ક્વાર્ટર ફાઈનલમાં જ હરાવી દીધી હતી.Recent Story

Popular Story