બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO: ડી ગુકેશે નાનો હતો ત્યારે કરેલી ભવિષ્યવાણી સાચી પડી, 18 વર્ષે જ સપનું કર્યું સાકાર
Last Updated: 11:20 AM, 13 December 2024
ચેસ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ડી ગુકેશનો એક નાનપણનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. આ વીડિયોમાં ડી ગુકેશને પૂછવામાં આવ્યું હતું કે, તે મોટો થઈને શું બનવા માંગે છે. આ વીડિયો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેની ઉંમર 11 વર્ષ હતી. ત્યારે નાનપણથી જ તેનું સપનું સૌથી નાની વયે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું હતું. જે સપનું તેણે પૂર્ણ કર્યું છે.
ADVERTISEMENT
Cheppi mari kotedu#WorldChessChampionship2024pic.twitter.com/0ETFP20fTu
— Devi sri prasad Namala 🧢 (@_dsp_7193) December 12, 2024
ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યાં બાદ તરત ડી ગુકેશ ટેબલ પર માથું મૂકીને રડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યાં બાદ ગુકેશ ટેબલ પર માથું ઝૂકાવી દીધું હતું અને ભાવુક બન્યો હતો, ત્યાર બાદ તે રડતો પણ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Stunning emotions as Gukesh cries after winning the World Championship title! #DingGukesh pic.twitter.com/E53h0XOCV3
— chess24 (@chess24com) December 12, 2024
પીએમ મોદીએ ડી ગુકેશને આપ્યાં સ્પેશિયલ અભિનંદન
ADVERTISEMENT
વર્લ્ડ ચેસમાં ભારતનો તિરંગો ફરકાવનાર 18 વર્ષીય ડી ગુકેશના ભારોભાર વખાણ કરતાં પ્રધાનમંત્રી મોદીએ તેમની સિદ્ધિને બિરદાવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ઐતિહાસિક સિદ્ધિ બદલ ડી ગુકેશને અભિનંદન, આ ગુકેશનનું અદ્વિતિય પ્રતિભા, તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચિયનું ફળ છે. તેમની જીતને કારણે ચેસના ઈતિહાસમાં તેમનું નામ જ અંકિત નથી થયું પરંતુ લાખો યુવાને મોટું સપનું જોવાની અને પાર પાડવાની પ્રેરણા મળી છે.
ડી ગુકેશ ચેસનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન
ADVERTISEMENT
ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઈતિહાસ રચ્યો છે. તે ચેસનો નવો અને સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે. ડી ગુકેશે ચીનની બાદશાહત ખતમ કરી છે અને તે ભૂતપૂર્વ ભારતીય ચેસ માસ્ટર વિશ્વનાથન આનંદની બરાબરી કરી ચૂક્યો છે.
Historic and exemplary!
— Narendra Modi (@narendramodi) December 12, 2024
Congratulations to Gukesh D on his remarkable accomplishment. This is the result of his unparalleled talent, hard work and unwavering determination.
His triumph has not only etched his name in the annals of chess history but has also inspired millions… https://t.co/fOqqPZLQlr pic.twitter.com/Xa1kPaiHdg
ADVERTISEMENT
ડી ગુકેશે ફાઈનલમાં ચીનના ડીંગ લિરેનને હરાવ્યો
ગુરુવારે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનની ફાઈનલ રમાઈ હતી જેમાં ગુકેશે ચીનના 14મી ગેમમાં ડીંગ લિરેનને હરાવીને ખિતાબ કબજે કર્યો હતો.
ADVERTISEMENT
વર્લ્ડ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય ખેલાડી
ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બની ગયો છે. જ્યારે વિશ્વનાથન પ્રથમ ભારતીય છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે 2013માં છેલ્લું ટાઇટલ જીત્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.