બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 AM, 16 April 2025
વરસાદની સીઝિન હોય ત્યારે કુદરતની સૌથી સુંદર દ્રશ્ય હોય છે જ્યારે અવકાશમાં વિજળી થતી હોય છે. તેને જોવા માટે લોકો રાહ જોતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એક એવી વિજળી જે દર કલાકે થાય છે અને તે એટલું મનમોહક હોય છે કે તેના પર તમે આંખો હટાવી નહીં શકો.કેટાટુમ્બો લાઈટનિંગ જેને દુનિયા “વિજળીની રાજધાની” તરીકે ઓળખે છે. જો કે આ એક રસપ્રદ અને અનોખી કુદરતી ઘટના છે. આ દૃશ્ય એવું અદ્ભુત છે કે તે લોકોને મંત્રમુગ્ધ કરી નાખે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અનોખી કુદરતી ઘટના દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાના ઝુલિયા રાજ્યમાં જોવા મળે છે. કેટાટુમ્બો નદી જ્યાં મારાકાઇબો તળાવ સાથે મળી જાય છે, ત્યાં આ વીજળીનું તોફાન દરરોજ રાત્રે જોવા મળે છે. આ સ્થળ તેના અનોખા ભૌગોલિક સ્થાનને લીધે ખૂબ ખાસ બની ગયું છે. આસપાસના ઊંચા પર્વતો, ગરમ પવન અને તળાવમાંથી ઊઠતો ભેજ આ સમગ્ર પ્રક્રિયાને વધુ સક્રિય બનાવે છે.
કેટાટુમ્બો લાઈટનિંગની સૌથી ખાસ વાત એ છે કે અહીં વીજળી દરરોજ રાત્રે લગભગ 10 કલાક સુધી ચમકતી રહે છે. સાંજે લગભગ 7 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી વીજળી સતત દેખાય છે. વર્ષના લગભગ 280 રાતો દરમિયાન આ અદભુત નજારો જોવા મળે છે. દરરોજ રાત્રે સરેરાશ 160 થી ૩૦૦ વીજળીના કડાકા થાય છે. આ વીજળી વરસાદ વિના અને શાંતિપૂર્વક પડે છે, એટલે તેને "શાંત વીજળી" (Silent Lightning) પણ કહેવામાં આવે છે.
એક વિદ્યુત તમાશો જે તર્કને અવગણે છે: વેનેઝુએલાના મારાકાઇબો તળાવ પર લગભગ શાશ્વત તોફાન ઉભું થયું છે. વર્ષમાં ૧૫૦ રાતથી વધુ સમય માટે, કલાકમાં ૨૮૦ વખત વીજળીના ચમકારા થાય છે, જે સદીઓથી એક જ જગ્યાએ આકાશને અવિરતપણે પ્રકાશિત કરે છે. pic.twitter.com/HD8qTIVcnX
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) April 16, 2025
આ ગજબની ઘટનાને લીધે કેટાટુમ્બોને "વિશ્વની વીજળીની રાજધાની" કહેવામાં આવે છે. દર વર્ષે અહીં દર ચોરસ કિલોમીટરે અંદાજે 250 વીજળીના કડાકા થાય છે, જે તેને સમગ્ર વિશ્વમાં વીજળી પડવાનું સૌથી વધુ સ્થળ બનાવે છે. આ વીજળીનું દૃશ્ય 50 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. જૂના સમયમાં દરિયાઈ ખલાસીઓ આ અજવાળાને જોઈને પોતાની દિશા નક્કી કરતાં હતા. એ માટે તેઓ કેટાટુમ્બો લાઈટનિંગને "કુદરતી દીવાદાંડી" (Natural Lighthouse) માનીને પોતાનો માર્ગ શોધતા હતા.
વૈજ્ઞાનિકોના મતે કેટાટુમ્બો લાઈટનિંગનું કારણ ત્યાંનું વિશિષ્ટ વાતાવરણ છે. મારાકાઇબો તળાવના પાણીના કારણે વાતાવરણમાં ભારે ભેજ રહે છે. ગરમ અને ભેજવાળા પવનો ઉપર ઊઠે છે અને ઠંડી હવાના સપાટી સાથે અથડાય છે. જેથી આસપાસના ઊંચા એન્ડીઝ પર્વતો પવનોને રોકે છે, જેના કારણે વાદળોનું સર્જન થાય છે અને વીજળી પડે છે. ઉપરાંત, તળાવની નીચે રહેલા તેલ અને મિથેન ગેસના ભંડાર પણ વીજળી સર્જવામાં ભાગ ભજવે છે. મિથેન ગેસ વીજળીના વિસ્ફોટને વધુ તીવ્ર બનાવે છે.
આ પણ વાંચો : સ્માઈલ પ્લીઝ! કપિરાજે કપલ સાથે ખેંચી પરફેક્ટ સેલ્ફી, ફોટો સોશિયલ મીડિયા પર છવાયો
આ કુદરતી ચમત્કાર હવે વેનેઝુએલાના પ્રવાસન માટે મોટું આકર્ષણ બની ચૂક્યું છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ કેટાટુમ્બો લાઈટનિંગ જોવા આવે છે. સ્થાનિક માર્ગદર્શકો હોડી મારફતે તળાવની વચ્ચે લઈ જાય છે જ્યાંથી આ દ્રશ્ય ખૂબ જ સ્પષ્ટ અને અદ્ભુત રીતે જોવા મળે છે. આ ઘટના માત્ર કુદરતી અજાયબી નથી પણ હવે વેનેઝુએલાની સંસ્કૃતિનો પણ ભાગ બની ગઈ છે. કેટાટુમ્બો લાઈટનિંગને ઝુલિયા રાજ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.