બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ભારત કરી શકે છે હસ્તક્ષેપ', દેશ વિરૂદ્ધ પુન: ગુપ્તચર એજન્સીનો બફાટ!
Last Updated: 09:06 AM, 25 March 2025
કેનેડામાં 24 એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજવાની છે, એ પહેલા કેનેડાએ ભારત પર મોટો આરોપ લગાવીને બફાટ કરી દીધો છે. કેનેડાએ કહ્યું છે કે ભારત ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે, કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. અહેવાલો અનુસાર, કેનેડાની ગુપ્તચર એજન્સીએ સોમવારે દાવો કર્યો કે ભારત અને ચીન કેનેડાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રશિયા અને પાકિસ્તાન પણ આવું કરવાનો પ્રયાસ કરી શકે છે. નવા નિયુક્ત વડા પ્રધાન માર્ક કાર્નેએ 28 એપ્રિલે તાત્કાલિક ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઓટાવાના નવી દિલ્હી સાથેના સંબંધો ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કેનેડા તેની ધરતી પર સક્રિય ભારત વિરોધી તત્વો અને ખાલિસ્તાની સમર્થકોને પ્રોત્સાહન આપે છે અને કેનેડા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ લગાવી ચુક્યું છે.
AI દ્વારા હસ્તક્ષેપનો દાવો
ADVERTISEMENT
કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર વેનેસા લોયડે કહ્યું કે પ્રતિકૂળ સરકારી તત્વો ચૂંટણીમાં દખલ કરવા માટે આર્ટિફિશીયલ વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. એક અહેવાલમાં લોયડને ટાંકીને કહેવામાં આવ્યું કે "એ વાતની પ્રબળ સંભાવના છે કે પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) આ વર્તમાન ચૂંટણીમાં કેનેડાની લોકશાહી પ્રક્રિયામાં દખલ કરવા માટે AI-સક્ષમ સાધનોનો ઉપયોગ કરશે." તેમણે કહ્યું, "અમે એ પણ જોયું છે કે ભારત સરકાર કેનેડિયન સમુદાયો અને લોકશાહી પ્રક્રિયાઓમાં દખલ કરવાનો ઇરાદો અને ક્ષમતા ધરાવે છે."
આ પણ વાંચો: ટ્રમ્પ સરકારે ફરી ભારતને આપ્યો ઝટકો! હવે વધી શકે છે ક્રૂડ ઓઇલના ભાવ, જાણો વૈશ્વિક પ્રભાવ
કેનેડા અગાઉ પણ લગાવી ચુક્યું છે આવા આરોપો
આ પહેલા પણ કેનેડા આવા જ આરોપો લગાવી ચુક્યું છે જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ગયા વર્ષે 2019 અને 2021 કેનેડિયન ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરતી સમિતિ સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમને વિદેશી તાકાતો દ્વારા ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરના મહિનાઓમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અભૂતપૂર્વ રાજદ્વારી મડાગાંઠ જોવા મળી છે. એકબીજા સામે આરોપો અને પ્રત્યારોપો બાદ, બંને દેશોએ તેમના મિશનના વડાઓ સહિત ઘણા રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.