ભારત બન્યું દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર, ફ્રાન્સને છોડ્યું પાછળ

By : juhiparikh 05:42 PM, 11 July 2018 | Updated : 05:42 PM, 11 July 2018
વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે, ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને પાછળ છોડી દીધું છે. ફ્રાન્સનું અર્થતંત્ર 2017માં 2.58 ટ્રિલિયન ડોલર (177 લાખ કરોડ રૂપિયા) હતું. ભારતનું અર્થતંત્ર તેનાથી વધુ 2.59 ટ્રિલિયન ડોલર (178 લાખ કરોડ રૂપિયા) થયું. ભારતના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે આંધ્રપ્રદેશ સતત બીજીવાર ટોપ પર છે.

ભારતની વસ્તી જ્યાં 134 કરોડ છે, જ્યાં ફ્રાન્સની જનસંખ્યા 6.7 કરોડ છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર, તેનું મહત્વ એ છે કે ભારતની સરખામણીએ ફ્રાન્સમાં દરેક વ્યક્તિની આવક 20 ગણી વધુ છે. વર્લ્ડ બેંકના ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ પ્રમાણે, નોટબંધી અને GST પછી આવેલી મંદીમાંથી ભારતનું અર્થતંત્ર બહાર આવી રહ્યુ છે. ભારત 2032 સુધીમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. 2018માં ભારતનું અર્થતંત્ર 7.3% અને 2019માં 7.5%ના વૃદ્ધિદરથી વધી શકે છે. રિપોર્ટ તૈયાર કરનાર વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર અહયાન કોસે કહે છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને તેમાં સ્ટેડી વિકાસ આપવાની ક્ષમતા છે. અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી અને રોકાણ વધવાથી ભારતની GDP મજબૂત થઇ છે.

સૌથી વધારે ઇકૉનોમી ધરાવતા ટૉપ 7 દેશ:
અમેરિકા- 1,379 લાખ કરોડ
ચીન- 963 લાખ કરોડ
જાપાન- 351 લાખ કરોડ
જર્મની- 289 લાખ કરોડ
યૂકે- 202 લાખ કરોડ
ભારત- 178 લાખ કરોડ
ફ્રાન્સ- 177 લાખ કરોડ

ભારતથી વધારે ગરીબ દેશ નાઇજરિયા:

વર્લ્ડ પ્રોપર્ટી ક્લોક અને બ્રૂકિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે, હવે ભારત દુનિયામાં સૌથી ગરીબ વસ્તીવાળો દેશ નથી. ભારતમાં જ્યાં 7 કરોડ વસ્તી અતિશય ગરીબીમાં જીવી ચૂકી છે, ત્યારે નાઇજીરિયામાં 8.7 કરોડ લોકો અતિશય ગરીબ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાઇજીરિયામાં જ્યાં દર એક મિનિટમાં છ લોકો ગરીબીમાં ધકેલાઇ રહ્યા છે, ત્યારે ભારતમાં દર મિનિટે 44 લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત પાછળ, આંધ્ર આગળ

બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના રિપોર્ટ પ્રમાણે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે દેશભરમાં આંધ્રપ્રદેશ સતત બીજા વર્ષે ટોચ પર છે. બીજા નંબરે તેલંગાણા, ત્રીજા પર હરિયાણા, ચોથા નંબર પર ઝારખંડ, પાંચમા નંબર પર ગુજરાત, છઠ્ઠા નંબર પર છત્તીસગઢ, સાતમા પર મધ્યપ્રદેશ, આઠમા પર રાજસ્થાન, નવમા પર પશ્ચિમ બંગાળ અને 10મા સ્થાન પર દિલ્હી છે.ગયા વર્ષે ગુજરાત ત્રીજા સ્થાન પર હતું. આ રિપોર્ટ માટે રાજ્ય સરકારના આર્થિક સુધારાઓની વિગતો અને બિઝનેસ કરનારાઓનું ફીડબેક લેવામાં આવ્યું. આ જ સ્કોર પર રેકિંગ નક્કી કરવામાં આવ્યું. 17 રાજ્યોએ 90%થી વધુ સ્કોર કર્યો.Recent Story

Popular Story