રેપ અને યૌન શોષણ સાથે જોડાયેલા વીડિયોથી કમાણી કરવાના આરોપોને કારણે દુનિયાની સૌથી મોટી પોર્ન સાઇટને બંધ કરવાની માંગ કરાઇ રહી છે. આ માંગને લઇને એક ઓનલાઇન કેમ્પેઇન શરૂ કરાયું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 3.80 લાખથી વધારે લોકો સાઇન કરી ચૂક્યા છે.
દુનિયાની સૌથી મોટી પોર્ન સાઇટને બંધ કરવાની માંગ
રેપ અને યૌન શોષણ સાથે જોડાયેલા વીડિયોથી કમાણી કરવાના લાગ્યા છે આરોપો
પોર્નહબની વિરુદ્ધ અભિયાન 'Exodus Cry' નામના એમેરિકી સમૂહે શરૂ કર્યું
કેમ્પેઇનમાં આરોપ લગાવાયો છે કે પોર્ન હબ નામની આ સાઇટ આપત્તિજનક વીડિયોને પોતાની વેબસાઇટ પરથી હટાવવામાં સફળ રહી નથી. ગત કેટલાક વર્ષોથી કંપની પર રેપ અને યૌન શૌષણના વીડિયો પબ્લિશ કરવાના આરોપ લાગ્યા છે.
'ધ ગાર્ડિયન' ની રિપોર્ટ મુજબ, પોર્નહબની વિરુદ્ધ અભિયાન 'Exodus Cry' નામના એમેરિકી સમૂહે શરૂ કર્યું છે. બ્રિટેનના એક્ટિવિસ્ટ પણ તેમનું સમર્થન કરી રહ્યા છે. પોર્ન હબ ચલાવનારી કંપનીની ઓફિસ બ્રિટેનમાં પણ છે. Exodus Cryની ફાઉન્ડર લેલા મિકેલવેટે કહ્યું કે આ કંપની કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ પ્રભાવશાળી સિસ્ટમ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે જેથી વીડિયોમાં સામેલ વ્યક્તિ અને યૂઝરની ઉંમર કન્ફર્મ કરવામાં આવી શકાય.
Change.Org નામની વેબસાઇટ પર પોર્ન હબની વિરુદ્ધ કેમ્પેનનું ટાઇટલ રાખવામાં આવ્યું છે, 'પોર્ન હબને બંધ કરો અને ટ્રેફિકિંગમાં સહયોગ કરવા માટે તેના એક્ઝીક્યૂટિવની જવાબદારી સુનિશ્ચિત કરો'.
પોર્ન હબ યૂરોપના લગ્ઝમબર્ગ સ્થિત કંપની છે પરંતુ તેની મોન્ટ્રિયલ, લંડન અને લોસ એન્જિલસમાં પણ ઓફિસ આવેલી છે. કંપનીએ પોતાના ઉપર લાગેલા આરોપોથી ઇનકાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની પાસે ગેર કાયદેસર કન્ટેન્ટ હટાવવાની સિસ્ટમ છે.