બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 09:56 AM, 5 July 2025
આ વર્ષે ઘણા દેશોમાં જ્વાળામુખી ફાટવાના સમાચાર આવ્યા છે, અને હવે એવી ચિંતા ભારત માટે પણ ઉભી થઈ છે. ભારતના આંદામાન સમુદ્રમાં આવેલા બેરેન ટાપુ પર સ્થિત એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરી સક્રિય થવાની શક્યતા છે. આ જ્વાળામુખી પોર્ટ બ્લેરથી આશરે 138 કિમી દૂર છે. જો આ જ્વાળામુખી ફાટશે, તો તેની અસર માત્ર ભારત સુધી સીમિત નહીં રહે, પણ તે થાઇલેન્ડ અને મ્યાનમાર સુધી પહોંચશે અને સમુદ્રી પૂરો અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
પ્રખ્યાત દરિયાઈ ઇકોલોજિસ્ટ થોન થામરોંગનાવાસાવતે ભારત, થાઇલેન્ડ અને મ્યાનમારના વૈજ્ઞાનિકોને આ અંગે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે તાજેતરમાં થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ હાથ ધરાયેલ સંશોધનમાં આંદામાન સમુદ્રની નીચે સક્રિય જ્વાળામુખી હોવાનો સંકેત મળ્યો છે. તેમણે ગુરુવારે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આ ક્ષેત્રમાં ભૂકંપીય પ્રવૃત્તિઓ વધતી જોવા મળી રહી છે, જે જ્વાળામુખી ફાટવાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
જો આ જ્વાળામુખી ફાટશે તો સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે છે અને સુનામી આવી શકે છે. જોકે, થાઇલેન્ડના અખાત સુધી આ મોજાની અસર ઘણી ઓછી હોવાનું પણ જણાવાયું છે. જોકે ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ આ સુનામીથી ગંભીર અસરગ્રસ્ત થઈ શકે છે. ભૂકંપના ધક્કા ફિલિપાઇન્સ સુધી પણ પહોંચી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ જ્વાળામુખી છેલ્લે 2022માં ફાટ્યો હતો પણ તેની અસર ઘણી ઓછી હતી. તેટલું જ નહીં, વિસ્ફોટ વખતે સમુદ્રના અંદર 4 તીવ્રતાના ભૂકંપની નોંધ પણ લેવાઈ હતી. થાઇલેન્ડના ભૂકંપ વિભાગ અનુસાર, થાઇલેન્ડના ફાંગ નગા બીચથી 470-480 કિમી દૂર ભૂકંપીય પ્રવૃત્તિઓ નોંધાઈ રહી છે. જો ત્યાં જ્વાળામુખી ફાટશે તો તેની અસર સમુદ્રમાં વિશાળ સુનામી તરીકે દેખાઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : શું છે અમેરિકાનું 'બિગ બ્યુટીફૂલ બિલ'? જેનાથી ભારતીયોને થશે સીધી અસર, જાણો ઇફેક્ટ
ADVERTISEMENT
વિજ્ઞાનીઓનું કહેવું છે કે કુદરતી આપત્તિઓ જેવી કે જ્વાળામુખી અને સુનામીની ચોક્કસ આગાહી શક્ય નથી, પરંતુ સાવચેતી અને તૈયારીથી મોટા નુકસાનને ટાળી શકાય છે. જેમ કે 2022માં ટોંગામાં 20 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા, એવી જ રીતે આંદામાન સમુદ્રમાં પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માટે, ગભરાશો નહીં, પણ હંમેશા સાબધાની રાખો અને તૈયાર રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
શું યુદ્ધની શરૂઆત / ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.