બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સમગ્ર વિશ્વની નજર હાલમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પર, ભારતને ફાયદો કે નુકસાન, જાણો

યુએસ ચૂંટણી / સમગ્ર વિશ્વની નજર હાલમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પર, ભારતને ફાયદો કે નુકસાન, જાણો

Last Updated: 10:10 AM, 4 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે ત્યારે રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારમાંથી કોઈ એકની જીતથી ભારત અને સમગ્ર વિશ્વ પર શું અસર પડશે? ચાલો જાણીએ વિસ્તારથી

US presidential Election: અમેરિકામાં આવતીકાલે (5મી નવેમ્બર) રાષ્ટ્રપતિની ચૂંટણી છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ચૂંટણી મેદાને છે. ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વની નજર બંને ઉમેદવાર પર રહેશે. યુએસ ઈલેક્શનમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જીતે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જીતથી ભારત અને સમગ્ર વિશ્વ પર શું અસર પડશે? તેવી ચર્ચાએ અત્યારથી જ જોર પકડ્યું છે.

અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ કોણ?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે, થોડા જ કલાકોમાં અમેરિકાના લોકો તેમના આગામી રાષ્ટ્રપતિને પસંદ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જો કમલા હેરિસ આ ચૂંટણી જીતશે તો તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે અને જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો તેઓ બીજી વખત રાષ્ટ્રપતિની સીટ પર કબજો કરશે.

ગત ચૂંટણીમાં કોવિડ -19 સૌથી મોટો મુદ્દો હતો

યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીનો આ રાઉન્ડ ફરી એકવાર ઐતિહાસિક ક્ષણ તરીકે ઉભરી આવ્યો છે, જ્યાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતેનો માહોલ તદ્દન અલગ છે. વર્ષ 2020માં, જ્યારે બાયડન અને ટ્રમ્પ સામસામે હતા, ત્યારે કોવિડ -19 મહામારી સૌથી મોટો મુદ્દો હતો, પરંતુ આ વખતે ચૂંટણીના મુદ્દા અને વ્યૂહરચના અલગ છે.

PROMOTIONAL 10

લોકોના ચૂંટણી મુદ્દાઓ

અમેરિકા વિવિધતાનો દેશ છે. આ દેશ વ્હાઇટ હાઉસ, કેપિટોલ હિલ અને ન્યૂયોર્કની પ્રખ્યાત સ્કાયલાઇનના માટે જાણીતો છે, પરંતુ મોટાભાગના અમેરિકન લોકો રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને લોન માફી જેવા રોજિંદા મુદ્દાઓને મહત્વ આપે છે. મોટાભાગના મતદારો રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક પાર્ટીના નોંધાયેલા મતદારો છે, જે સામાન્ય રીતે તેમના પક્ષને વફાદાર હોય છે. કેટલાક એવા સ્વિંગ સ્ટેટ્સ છે, જ્યાં મતદારો ચૂંટણી પરિણામ નક્કી કરે છે. અહીંના સંવેદનશીલ મુદ્દાઓ, જેમ કે ગર્ભપાત અને ઇમિગ્રેશન, જનતાને અસર કરે છે.

ઉમેદવારોની વ્યૂહરચના

રાષ્ટ્રપતિ પદ માટે ઉભેલા બંને ઉમેદવારો એકબીજા પર અંગત અને રાજકીય પ્રહારો કરી રહ્યા છે. કમલા હેરિસ મહિલાઓને તેમના ગર્ભપાતના અધિકારોના ભંગનો ડર બતાવીને સમર્થન એકત્ર કરી રહ્યાં છે, જ્યારે ટ્રમ્પ દાવો કરે છે કે કમલાની જીત સાથે અમેરિકા પર ઈમિગ્રન્ટ્સનું વર્ચસ્વ રહેશે. આવી સ્થિતિમાં આ વિવાદાસ્પદ મુદ્દાઓ મતદારોને રીઝવવા માટેનું મુખ્ય ચૂંટણી હથિયાર બની ગયા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી, જાણો કેવી રીતે થાય છે સમગ્ર પ્રક્રિયા, ભારતથી કેટલી અલગ

વિશ્વ પર શું અસર પડશે?

અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ કે ટ્રમ્પ જીતે, દુનિયા પર અમેરિકન નીતિઓની અસર મર્યાદિત રહેશે. અમેરિકાના હિત સર્વોપરી છે અને તેના કોઈપણ પ્રશાસનને મજબૂત બનાવવું એ કોઈપણ વહીવટ માટે પ્રાથમિકતા રહેશે. જો ટ્રમ્પ જીતે તો ચીન કે ઈરાન અમેરિકાના દુશ્મન બની શકે છે જ્યારે હેરિસ રાષ્ટ્રપતિ બને તો રશિયાને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ ચૂંટણી વૈશ્વિક શાંતિમાં પરિવર્તન લાવશે નહીં, તે ફક્ત સંઘર્ષના મોરચાને બદલી શકે છે.

વધુ વાંચો : ટ્રમ્પે હાર માની લીધી કે શું? 2020ની ચૂંટણીની કડવી યાદો કરી તાજી, જુઓ શું બોલ્યા

ભારત પર શું અસર થશે?

અમેરિકાના દરેક નિર્ણયની સીધી અસર ભારત પર પડતી નથી, પરંતુ આ ચૂંટણીના પરિણામોથી ભારત-અમેરિકાના સંબંધોમાં સ્થિરતા અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે. નિષ્ણાતોના મતે જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રિટર્ન થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મજબૂત અંગત સંબંધોનો લાભ બંને દેશોને મળી શકે છે. આ સંબંધો વિદેશ નીતિને પ્રોત્સાહન આપશે જે વેપાર, બજારની પહોંચ અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓને સંતુલિત કરશે. બીજી તરફ, રાષ્ટ્રપતિ બાયડનની જેમ, કમલા હેરિસ પણ ભારતને દક્ષિણ એશિયામાં ચીનના સૌથી મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે. અમેરિકાના અગાઉના રાષ્ટ્રપતિ બાયડનના કાર્યકાળથી જ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ ગાઢ બની ગયા છે. બંને ઉમેદવારો, ટ્રમ્પ અને હેરિસ, મજબૂત ભારત-યુએસ સંબંધોને ટેકો આપે છે અને બંને પક્ષો પાસે લાંબા સમયથી એવા નિષ્ણાતો છે જેઓ આ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ઈચ્છુક છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kamla Harris Donald Trump US presidential Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ