World Alzheimer's Day News: World Alzheimer's Day 2023 News: અલ્ઝાઈમર ( Alzheimer ) મગજને અસર કરતી જીવલેણ બીમારી છે. એકવાર આવું થઈ જાય તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે
આજે વિશ્વભરમાં વિશ્વ અલ્ઝાઈમર દિવસની ઉજવણી
અલ્ઝાઈમર મગજને અસર કરતી જીવલેણ બીમારી
અલ્ઝાઈમરને દવાઓથી કાબૂમાં કરી શકાય છે પરંતુ તેનો ઈલાજ થઈ શકતો નથી
World Alzheimer's Day : આજે વિશ્વભરમાં વિશ્વ અલ્ઝાઈમર દિવસ ( World Alzheimer's Day ) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ રોગ સામાન્ય રીતે વૃદ્ધોમાં થાય છે. અલ્ઝાઈમર ( Alzheimer ) મગજને અસર કરતી જીવલેણ બીમારી છે. એકવાર આવું થઈ જાય તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ રોગને કેટલીક દવાઓથી કાબૂમાં કરી શકાય છે પરંતુ તેનો ઈલાજ થઈ શકતો નથી.
અલ્ઝાઈમર ( Alzheimer ) ના દર્દીઓ શરૂઆતમાં તાત્કાલિક ઘટનાઓ ભૂલી જવાનું શરૂ કરે છે. માનસિક રીતે બીમાર હોવાને કારણે દર્દી કોઈ પણ કામ કરવામાં અસમર્થ બની જાય છે. દર્દીને ભાષાનો ઉપયોગ કરવામાં કે સમજવામાં પણ મુશ્કેલી પડે છે.
Alzheimer રોગમાં શું થાય છે ?
અલ્ઝાઈમર ( Alzheimer ) રોગમાં દર્દીની યાદશક્તિ નબળી પડી જાય છે અને ખરાબ માનસિક સ્થિતિને કારણે તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અલ્ઝાઈમર ( Alzheimer ) નું જોખમ વધુ હોય છે. ડૉક્ટર્સ કહે છે કે, આ ન્યુરોડિજનરેટિવ રોગના લક્ષણો સમય સાથે વધે છે. વિશ્વભરમાં લગભગ 24 મિલિયન લોકો અલ્ઝાઈમર ( Alzheimer ) થી પ્રભાવિત છે.
અલ્ઝાઈમર ( Alzheimer ) ના પ્રારંભિક લક્ષણો
તમે કેટલાક લક્ષણો જોઈને આ રોગનું નિદાન કરી શકો છો. જોકે આ રોગના લક્ષણો દર્દીઓમાં અલગ અલગ હોઈ શકે છે. અલ્ઝાઈમર ( Alzheimer ) એસોસિએશન અનુસાર આ રોગના ઘણા લક્ષણો છે. નિષ્ણાતોના મતે કોઈ પણ બે અલ્ઝાઈમર ( Alzheimer ) ના દર્દીઓ સમાન વસ્તુનો અનુભવ કરી શકતા નથી.
યાદશક્તિની ખોટ
તમારી પોતાની ભાષા બોલવામાં અથવા સમજવામાં મુશ્કેલી આવવી