બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 PM, 18 June 2025
12 જૂનના રોજ અમદાવાદમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની હતી જેમાં 250 થી વધુ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ટેકઓફ પહેલાં વિમાનમાં અંદાજે 1.25 લાખ લિટર ઇંધણ ભરાયેલું હતું, જેના કારણે વિમાન ક્રેશ થતા જ ભીષણ વિસ્ફોટ થયો અને બધું બળીને રાખ થઇ ગયું હતું. સામાન્ય રીતે હવાઈ મુસાફરીને સૌથી સલામત માનવામાં આવે છે, છતાં આવા દુર્ઘટનાઓથી હવામાં મુસાફરીની સલામતી અંગે ઘણા સવાલો ઉભા થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આજના સમયમાં વિમાન દુર્ઘટનાઓને લઈને ઘણા નિષ્ણાતો નવા નવા શોધકાર્ય કરી રહ્યા છે. યુક્રેનના એરોસ્પેસ એન્જિનિયર તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચેએ એક અનોખું વિમાન ડિઝાઇન કર્યું છે. તેમની ડિઝાઇન પ્રમાણે કટોકટીની સ્થિતિમાં પેસેન્જર કેબિનને વિમાનથી અલગ કરી શકાય છે જેથી મુસાફરોના જીવ બચાવી શકાય છે. તાતારેન્કોએ ત્રણ વર્ષથી વધુ મહેનત કરીને આ ડિઝાઇન તૈયાર કરી હતી અને તેને 2016 માં જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
તાતારેન્કોનું કોન્સેપ્ટ વિમાન એવું છે કે તેમાં પેસેન્જર કેબિન વિમાનથી અલગ થઈ શકે છે અને તેમાં પેરાશૂટ જોડાયેલો હોય છે. કોઇ પણ કટોકટીની સ્થિતિમાં પેરાશૂટ આપમેળે ખુલશે અને કેબિન ધીમે ધીમે જમીન પર ઉતરી આવશે. જો કેબિન પાણીમાં પડી જશે તો તેની સાથે જોડાયેલી ફુલાવી શકાય તેવી ટ્યુબ કેબિનને પાણી પર તરતી રાખશે. મુસાફરોના સામાન માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સામાન પણ સુરક્ષિત રહે.
ADVERTISEMENT
આ કેબિન કેવલાર અને કાર્બન ફાઇબર જેવી સામગ્રીથી બનાવવામાં આવશે જે હલકી પણ ખૂબ મજબૂત છે. તાતારેન્કો કહે છે કે માનવ ભૂલો અટકાવી શકાય તેમ નથી પરંતુ કટોકટી માટે તૈયારી જરૂર રાખવી જોઈએ. આ શોધ સાથે વિમાન સલામતી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે કે શું આવી સિસ્ટમ વિમાનોમાં લાગુ કરવી જોઈએ. વિમાનોના નિષ્ણાતોનું માનવું છે કે આવા કેબિનને કઈ રીતે નિયંત્રિત કરશો એ એક મોટી સમસ્યા છે કારણ કે તે પર્વતો, જંગલ કે વસ્તીવાળા વિસ્તારોમાં પડી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO: માણસ છે કે ઓક્ટોપસ? નાના બાકોરામાંથી ઘૂસીને દુકાનમાં કરી ચોરી
ADVERTISEMENT
કેટલાક લોકો કહે છે કે પાઇલટના ભવિષ્ય વિશે પણ વિચારવું જરૂરી છે. જ્યારે ઘણા લોકો આ શોધને વખાણે છે અને કહે છે કે આવા વિમાને વધુ પૈસા ખર્ચવા તૈયાર છે. હકીકતમાં આ ડિઝાઇન કેટલી ઉપયોગી છે એ તો ભવિષ્ય બતાવશે. વિમાનોનું ઉત્પાદન પહેલેથી મોંઘું છે અને આવી સિસ્ટમ ઉમેરવાથી તેની કિંમત વધુ વધી શકે છે. તાતારેન્કો હવે રોકાણકારો શોધી રહ્યા છે જેથી તેઓ ડિઝાઇનના પ્રોટોટાઇપ બનાવી શકે, જોકે બોઇંગ કે એરબસ જેવી મોટી કંપનીઓનું આ પ્રોજેક્ટમાં જોડાવાની સંભાવના ઓછી છે. તાતારેન્કો કહે છે કે પાઇલટના બચાવ માટે પણ કોઈ વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.