બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આજે વિશ્વ એઇડ્સ દિવસ, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ, હોઈ શકે HIV પોઝિટિવના સંકેત
Last Updated: 12:34 PM, 1 December 2024
દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. આ એક વૈશ્વિક સ્વાસ્થ્ય જગરૂતતા દિવસ છે જે એચઆઇવી/એઇડ્સ વિશે જગારુતતા વધારવા, આ બીમારીના કારણે મરતા લોકોને યાદ કરવા અને HIVથી પીડિત લોકોની મદદ કરવા માટે સમર્પિત છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ(HIV)ના કારણે એઇડ્સ જેવી ઘાતક બીમારી પેદા થઈ શકે છે. પ્રત્યેક વર્ષની થીમ HIV/એઇડ્સ વિરુદ્ધ વૈશ્વિક લડાઈના અલગ-અલગ પહેલું પર કેન્દ્રિત થાય છે, જેમાં એઇડ્સ મુક્ત ભવિષ્ય ભવિષ્ય માટે શિક્ષા અને અભિયાન બંને પર જોર આપવામાં આવે છે. જણાવી દઇએ કે એઇડ્સ ની શરૂઆત પહેલા HIV સંક્રમણના વર્ષો બાદ થાય છે. એવામાં ચાલો જાણીએ એઇડ્સના શરૂઆતી સંકેતો અને લક્ષણો વિશે.
ADVERTISEMENT
એઇડ્સના શરૂઆતી લક્ષણ અને સંકેત:
ADVERTISEMENT
સતત તાવ: સતત તાપમાન 38 ડિગ્રીથી વધારે છે, આ એક સામાન્ય શરૂઆતી સંકેત છે. આ શરીરના દાહક પ્રતિભાવને કારણે થાય છે કારણ કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને રોગો સામે લડવામાં અસમર્થ બને છે.
ખૂબ વધારે થાક: પૂરતા આરામ બાદ આખો દિવસ થાકેલા રહો છો તો આ એક ખૂબ મોટો સંકેત છે. આ એટલા માટે થાય છે કરણ કે રોગ પ્રતિકારક ક્ષમતા સતત સક્રિય રહે છે અને શરીરના ઉર્જા સ્તરને જાળવી રાખવામાં અસમર્થ રહે છે.
વારંવાર થતાં સંક્રમણ- વારંવાર થતા વાયરલ સંક્રમણ, જેવા કે નીમોનિયા કે ઓરલ થ્રશ, જ્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ શરીરને બચાવવા માટે અસહાય હોય ત્યારે થાય છે.
શ્વસન સંબંધી સમસ્યાઓ: જેમ જેમ રોગપ્રતિકારક શક્તિ ખરાબ થતી જાય છે, શ્વાસ લેવામાં સમસ્યા, સતત ઉધરસ, ટીબી કે ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવા વારંવાર થતું શ્વસન સંક્રમણ હોઇ શકે છે.
લસિકા ગાંઠોમાં સોજો: ગળું, બગલ અને કમરમાં લીમ્ફ નોડ્સ લાંબા સમય સુધી સુજેલા રહી શકે છે. ખતરનાક કણોને ફિલ્ટર કરતી વખતે નોડ્સમાં સોજો આવી જાય છે.
વધુ વાંચો: ચા સાથે સિગારેટ પીવાથી 30 ટકા વધી જાય છે કેન્સરનો ખતરો, નવા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
ન્યૂરોલોજિકલ લક્ષણો: વાયરસને તંત્રિકા તંત્ર પર પ્રભાવ કે મેનિન્જાઇટિસ જેવી બીમારીઓ પરિણામે યાદશક્તિ, યાદશક્તિમાં ઘટાડો, દિશાહિનતા અને ધ્યાનની સમસ્યાઓ પાછળથી વિકસી શકે છે. જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણ જોવા મળે છે અને તેમાં HIVના જોખમનું કારક છે, તો તરત ડોક્ટર પાસે તપાસ કરાવવાની જરૂર છે. શરૂઆતી નિદાન અને એન્ટિરેટ્રોવાયરલ દાવા HIV ને એઇડ્સમાં વિકસિત થવાથી અટકાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.