બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:14 PM, 7 August 2024
એક આઘાતજનક ઘટનામાં મુંબઈના કાંદિવલીમાં એક સરકારી હૉસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીની પોલીસે હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટરનો અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં કેસ દાખલ કર્યા પછી તેની ધરપકડ કરી હતી. આ ઘટના મંગળવારે (6 ઓગસ્ટ) ના રોજ બની હતી અને પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. આરોપીની ઓળખ જયેશ સોલંકી તરીકે થઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. પોલીસે તેના પર ખોટા કૃત્ય બદલ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો હતો. મહિલા ડોક્ટર જ્યારે રેસ્ટરુમના બાથરુમમાં નહાઈ રહ્યાં હતા ત્યારે આરોપીએ બારીમાંથી મોબાઈલ વડે તેમનો અશ્લિલ વીડિયો ઉતારી લીધો હતો.
ADVERTISEMENT
Mumbai: Police have arrested and registered a case against sanitary worker Jayesh Purushottam Solanki working at Kandivali's Government Hospital for making an obscene video of a female doctor while she was taking a bath in the restroom of the hospital. When she got suspicious she…
— ANI (@ANI) August 6, 2024
કંઈ ખોટું હોવાનો ભાસ થતાં કર્મચારી પકડાયો
ADVERTISEMENT
નાહતી વખતે કંઈ અજુગતું થવાનું ભાન થતાં મહિલા ડોક્ટર એલર્ટ થયાં અને તરત જોયું તો તેમના ધ્યાનમાં આવ્યું કે આરોપી બારીમાંથી તેના મોબાઈલ વડે પોતાનો નાહવાનો વીડિયો ઉતારી રહ્યો હતો. મહિલા ડૉક્ટરે એલાર્મ વગાડતાં જ સોલંકી હોસ્પિટલના કર્મચારીઓએ પકડી લીધો હતો.
આરોપીના ફોનમાંથી મળ્યો મહિલાનો ન્યૂડ વીડિયો
હોસ્પિટલ સત્તાધીશોએ તેનો ફોન છીનવી લીધા બાદ સોલંકીના મોબાઈલ ફોનમાંથી મહિલા ડોક્ટરનો વીડિયો મળી આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ મેનેજમેન્ટે કાંદિવલી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે એક ટીમને હોસ્પિટલ મોકલી અને આરોપી કાર્યકર વિરુદ્ધ કેસ દાખલ કરતા પહેલા ઘટના વિશે જાણ્યું. આરોપી સોલંકીનો ફોન પણ ફોરેન્સિક પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ હાલમાં એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું સોલંકીએ હોસ્પિટલમાં અન્ય કર્મચારીઓની ક્લિપ પણ રેકોર્ડ કરી હતી. અયોગ્ય અને અભદ્ર કૃત્ય આચરવા પાછળનો હેતુ જાણવા માટે પોલીસ દ્વારા આરોપીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો : VIDEO : થાંભલા કૂદમાં પ્રાઈવેટ પાર્ટ બારને અડી જતાં મેડલ ચૂક્યો ખેલાડી, વીડિયો વાયરલ
ન્યૂડ વીડિયો ઉતારવાની ઘટનાઓ વધી
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ખાનગીમાં ન્યૂડ વીડિયો ઉતારવાની ઘટનાઓ વધી રહી છે. લોકો મોબાઈલથી આવા વીડિયો ઉતારી લેતાં હોય છે અને પછી વાયરલ કરતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.