બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:36 PM, 5 August 2024
ભગવાન શિવને સમર્પિત શ્રાવણનો મહિનો હિન્દુ ધર્મમાં ખુબ પવિત્ર માનવામાં આવ્યો છે. આ મહિનામાં શિવ ભક્ત અને શ્રદ્ધાળુ મહાદેવની કૃપા મેળવવા અને એમને ખાસ રાખવા માટે એમની ખાસ પૂજા-અર્ચના કરે છે, વ્રત રાખે છે અને કાવડ યાત્રા કરે છે. ત્યાં જ, આ મહિને ચતુર્દશીની તિથિ પણ ભક્તો માટે ખુબ મહત્વ રાખે છે, કારણ કે આ દિવસે શ્રાવણ શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે.
ADVERTISEMENT
શ્રાવણ શિવરાત્રીનું મહત્વ
સનાતન ધર્મમાં શિવરાત્રી પર્વનું ઘણું મહત્વ છે. આમ તો આ પર્વ દર મહિને આવે છે પરંતુ શ્રાવણ મહિનામાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ પંચાંગના અનુસાર, દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે શિવરાત્રીનું વ્રત હોય છે. આ દિવસે કાવડ યાત્રી શિવલિંગ પર ગંગાજળ ચઢાવે છે.
ADVERTISEMENT
મહાશિવરાત્રી જેટલું મહત્વ
શિવ ભક્તો માટે શ્રાવણ શિવરાત્રીનું મહાશિવરાત્રી જેટલું મહત્વ હોય છે. આવામાં શિવજીને ખુશ રાખવા માટે ભક્તો ઘણા ઉપાય કરતા હોય છે. આ દિવસે અમુક એવા ઉપાય છે જેને કરવાથી તમારા પર શિવજીની કૃપા તમારા પર રહેશે.
રાતના સમયે સ્નાન કર્યા પછી શિવજીની વિશેષ પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. તે સાથે જ શ્રાવણ મહિનામાં શિવરાત્રીના દિવસે વ્રત કથા, શિવ ચાલીસા, શિવ મંત્રનો જાપ કરવો.
શ્રાવણ શિવરાત્રીમાં નિશિતા પૂજાનું ઘણું મહત્વ છે. નિશિતા કાળ રાત્રીનો એ સમય છે, જ્યારે દિવસ અને રાત સમાન હોય છે. આ એક ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે, જેમાં કરવામાં આવેલી પૂજાનું ફળ અનેકગણું વધી જાય છે. તેમજ શ્રાવણ ચતુર્દશી તિથિ એટલે કે શ્રાવણ શિવરાત્રીના દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.