બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
Last Updated: 08:26 AM, 14 December 2024
ભારતીય રેલ્વે અનુસાર મુંબઈથી અમદાવાદ સુધી બનાવવામાં આવનાર પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં શરૂ થઈ શકે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ સિવાય સરકાર દિલ્હીથી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચલાવવાની પણ તૈયારી કરી રહી છે. બુલેટ ટ્રેન દોડ્યા બાદ 852 કિલોમીટરનું આ અંતર લગભગ અઢી કલાકમાં પૂર્ણ થશે. હાલમાં દિલ્હીથી વારાણસી પહોંચવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે.
ADVERTISEMENT
દેશમાં બુલેટ ટ્રેનનો ત્રીજો રૂટ દિલ્હી અને અમદાવાદ વચ્ચે બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 971 કિલોમીટર છે, જેને પૂર્ણ કરવામાં હાલમાં 16 કલાકથી વધુનો સમય લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 3 કલાકમાં કાપી શકાશે.
ADVERTISEMENT
સરકારે દિલ્હી અને અમૃતસર વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવાની પણ યોજના બનાવી છે. આ બંને શહેરો વચ્ચેનું અંતર 466 કિલોમીટર છે અને તેને પૂર્ણ કરવામાં લગભગ 7 કલાકનો સમય લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન આવ્યા બાદ આ અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. આ દેશની ચોથી બુલેટ ટ્રેન હશે.
ભારતીય રેલવે પણ મુંબઈ અને નાગપુર વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. આ બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 770 કિલોમીટર છે અને હાલમાં તેને પૂર્ણ કરવામાં 10 કલાકથી વધુ સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.25 કલાકમાં પાર કરી શકાશે.
મુંબઈને બીજી બુલેટ ટ્રેનની ભેટ મળશે, જે પુણે થઈને હૈદરાબાદ જશે. મુંબઈથી હૈદરાબાદનું અંતર લગભગ 700 કિલોમીટર છે, જેને પૂર્ણ કરવામાં લગભગ 13 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.10 કલાકમાં પાર કરી શકાશે. આ દેશનો 6મો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હશે.
મુંબઈને બીજી બુલેટ ટ્રેનની ભેટ મળશે, જે પુણે થઈને હૈદરાબાદ જશે. મુંબઈથી હૈદરાબાદનું અંતર લગભગ 700 કિલોમીટર છે, જેને પૂર્ણ કરવામાં લગભગ 13 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.10 કલાકમાં પાર કરી શકાશે. આ દેશનો 6મો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હશે.
દેશની 7મી બુલેટ ટ્રેન ચેન્નાઈથી બેંગ્લોર થઈને મૈસૂર જશે. ભારતીય રેલવેએ આ રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચેન્નાઈ અને મૈસૂર વચ્ચેનું અંતર 481 કિલોમીટર છે, જેને કાપવામાં લગભગ 9 કલાકનો સમય લાગે છે. પરંતુ, બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 1.30 કલાકમાં પાર કરી શકાશે.
વધુ વાંચોઃ માંગરોળની બોટ દરિયામાં ફસાઈ, કોસ્ટગાર્ડે ડૂબતી બોટમાંથી ખલાસીઓને બચાવ્યા, જુઓ વીડિયો
સરકારે ૨૦૧૯માં બુલેટ ટ્રેન દોડાવવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે. આ ટ્રેન વારાણસી અને હાવડા વચ્ચે દોડશે. બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 676 કિલોમીટર છે, જેને પૂર્ણ કરવામાં લગભગ 15 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.05 કલાકમાં પાર કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.