કોરોના વાયરસને લઈને ચાલી રહેલા લૉકડાઉનમાં અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને Work From Homeની સુવિધા આપી છે. જેના કારણે લોકો ઘરની બહાર ન નીકળે અને ઘરેથી જ કામ કરે. આ સમયે જો તમે આ ટ્રિક અપનાવી લેશો તો તમે તમારા કમ્પ્યુટરમાં ડેટા ટ્રેક કરી શકો છો.
દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન
Work From Homeની સુવિધા
આ રીતે કરી લો લેપટોપનો ડેટા ચેક
હાલમાં લોકો આ રીતે કરે છે કામ
કંપનીઓ પોતાના દરેક કર્મચારીને ડોંગલ કે અન્ય સુવિધા નેટ માટે આપી રહી નથી. આ સમયે શક્ય છે કે દરેકની પાસે ઘરમાં બ્રોડબેન્ડ કનેક્શન ન પણ હોય. તેઓ પોતાના રોજિંદા 1.5 કે 2 જીબી ડેટાને હોટસ્પોટથી કનેક્ટ કરીને લેપટોપ કે કમ્પ્યુટરમાં કામ કરી રહ્યા છે.
આ જગ્યાએ ખર્ચ થાય છે ડેટા
આ સમયે અનેક વાર કમ્પ્યુટરમાં ડેટા વધારે યૂઝ થાય એવું શક્ય છે કારણ કે અહીં બેગ્રાઉન્ડમાં અનેક ચીજો સાથે ચાલતી રહે છે. કમ્પ્યુટરનું વેબ પેજ મોબાઈલની સરખામણીએ હેવી હોય છે. અહીં સૌથી વધારે ડેટા ખર્ચ થાય છે. અહીં તમારે તમારો ડેટા કઈ રીતે ઓછો વાપરવો તેની જવાબદારી તમારી છે. આ માટે પહેલાં ચેક કરો કે કઈ જગ્યાએ તમારો ડેટા વધારે વપરાય છે.
Windows 10 અને Windows 7માં ડેટા ટ્રેક કરવાની રીતો આપવામાં આવી છે. આ માટે કોઈ થર્ડ પાર્ટી ટૂલ્સનો યૂઝ નહીં કરવાનો રહે અને ન તો તેને માટે ઈન્ટરનેટની સાથે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહેશે.
આ રીતે કરો સેટિંગ્સ
Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ યૂઝ કરો છો તો ડેટા ચેક કરવા માટે તમે વિન્ડોઝના આઈકોનને ટેપ કરો અને સાથે વિન્ડોઝ બટન પણ પ્રેસ કરો. સેટિંગ્સ ઓપન કરો અને અહીં તમને નેટવર્ક અને ઈન્ટરનેટનો ઓપ્શન મળશે.
Network અને Internet પર ક્લિક કરો. હવે આ વિન્ડોમાં લેફ્ટની તરફ અનેક ઓપ્શન દેખાશે. અહીં ડેટા યૂઝ એક ઓપ્શન હશે તેની પર ક્લિક કરો. રાઈટ પેનલ પર વાઈફાઈ અને ઈન્ટરનેટની મદદથી યૂઝ કરેલો ડેટા દેખાશે. તેનાથી તમે જાણી શકશો કે તમે કેટલો ડેટા ખર્ચ કર્યો છે.
Windows 7 કમ્પ્યૂટર છે તો તમે આ રીત અપનાવી શકો છો. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. અહીં તમે પરફોર્મન્સ મોનિટર લખીને એન્ટર પ્રેસ કરો. અહીં ટોપ પર ગ્રીન કલરની + સાઈન દેખાશે. તેને પ્રેસ કરો.
હવે આ વિન્ડોમાં એક લિસ્ટ મળશે. તેમાં નેટવર્ક સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ Bytes received / sec પર ક્લિક કરો. ત્યારબાદ એડ પર ક્લિક કરવાનું છે અને ઓકે પ્રેસ કરો. હવે તમે તમારા કમ્પ્યુટરના ડેટાને મોનિટર કરી શકશો.