Won't Reduce Troops At Border Unless China Does, Says Rajnath Singh
સ્પષ્ટ સંદેશ /
ચીન પહેલ નહીં કરે ત્યાં સુધી ભારત સરહદેથી સૈનિકો નહીં ખસેડે : સંરક્ષણ પ્રધાન રાજનાથ
Team VTV04:25 PM, 23 Jan 21
| Updated: 04:27 PM, 23 Jan 21
ભારત અને ચીન વચ્ચેના સરહદીય વિવાદ પર ચીનને સ્પસ્ટ સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથે રોકડું પરખાવ્યું કે ભારત સરહદે તેના સૈનિકોની સંખ્યા ઓછી નહીં કરે.
ભારત સરહદીય વિસ્તારોમાં ઝડપથી માળખાકિય સુવિધાઓ ઊભી કરી રહ્યો છે
વાતચીતના માધ્યમ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનો પૂરો ભરોસો
સરહદીય વિવાદને કોઈ એક નિશ્ચિત સમયમર્યાદાની અંદર ઉકેલી ન શકાય.
ભારત અને ચીન વચ્ચેના સરહદીય વિવાદ પર ચીનને સ્પસ્ટ સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથે રોકડું પરખાવ્યું કે ભારત સરહદે તેના સૈનિકોની સંખ્યા ઓછી નહીં કરે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ચીન પહેલ નહી કરે ત્યાં સુધી ભારત પણ તેના સૈનિકોને સરહદે તહેનાત કરી રાખશે. રાજનાથે મંત્રણા દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો.
રાજનાથે કહ્યું કે ભારત સરહદીય વિસ્તારોમાં ઝડપથી માળખાકિય સુવિધાઓ ઊભી કરી રહ્યો છે અને ચીને કેટલાક યોજનાઓ અંગે વાંધો ઉઠાવ્યો હતો. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાજનાથે કહ્યું કે ભારત કોઈ પણ સંજોગમાં સરહદે સૈનિકોની સંખ્યામાં ઘટાડો નહીં કરે. જ્યાં સુધી ચીન પહેલ શરૃ નહીં કરે ત્યાં સુધી ભારત સરહદેથી સૈનિકો ખસેડવાની પ્રોસેસ શરૃ નહીં કરે.
સરહદીય વિવાદ સમયમર્યાદાની અંદર ન ઉકેલી શકાય
આ મુદ્દે ચીન સાથેની મંત્રણાના એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે સરહદીય વિવાદને કોઈ એક નિશ્ચિત સમયમર્યાદાની અંદર ઉકેલી ન શકાય. આપણે એક તારીખ નક્કી ન કરી શકીએ.અમને વાતચીતના માધ્યમ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનો પૂરો ભરોસો છે.
અરૃણાચલ પ્રદેશમાં ચીન દ્વારા વસાવાયેલા એક ગામ અંગેના સવાલ અંગે રાજનાથે કહ્યું કે આ સરહદ સાથે જોડાયેલું ગામ છે અને આ પ્રકારના માળખાને ઘણા વર્ષો દરમિયાન વિકસીત કરાયા છે. તેમણે કહ્યું કે ભારતે એલએસી નજીક અત્યંત ઝડપી ગતિએ માળખકીય સુવિધાઓનું નિર્માણકામ શરૃ કર્યું છે. આ માટે સ્થાનિકો અને આપણા સુરક્ષાદળોની જરૃરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
ભારત અને ચીન વચ્ચે થનારી આગામી લશ્કરી મંત્રણાનો ઉલ્લેખ કરતા રાજનાથે કહ્યું કે ચીને 19 જાન્યુઆરીએ મંત્રણાની દરખાસ્ત મૂકી છે જે સરકારની વિચારણા હેઠળ છે. ખેડૂત આંદોલન મુદ્દે બોલતા રાજનાથે કહ્યું કે