Wont lose match as motera stadium name is narendra modi says shivsena-chief-uddhav thackeray
મુંબઈ /
.... આપણે મેચ નહી હારીએ કારણ કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી છેઃ ઉદ્ધવ ઠાકરે
Team VTV08:35 AM, 04 Mar 21
| Updated: 08:42 AM, 04 Mar 21
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાને લઈને ઉદ્વવ ઠાકરેએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે સરકાર અમને હિંદુત્વ શીખવવાની કોશિશ કરે છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
કેન્દ્ર સરકારને કહ્યું કે અમને હિંદુત્વ શીખવવાની કોશિશ કરે છે
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાને લઈને આપી પ્રતિક્રિયા
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્યપાલના અભિભિષણ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે કોઈએ કહ્યું છે કે હવે આપણે કોઈ ક્રિકેટ મેચ નહીં હારીએ કેમકે સ્ટેડિયમનું નામ બદલી દેવાયું છે. અમે એ સ્ટેડિયમમાં કોઈ મેચ હારીશું નહીં... તમે સરદાર વલ્લભભાઈનું નામ હટાવ્યું, સાવરકરને ભારત રત્ન ન આપ્યો અને અમને હિંદુત્વ શીખવવાની કોશિશ કરી.
Maharashtra State Legislative Assembly | Budget Session 2021 | Day 3 https://t.co/GZmKeRNei7
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ખેલ રાજ્ય મંત્રી કિરન રિજૂજૂની હાજરીમાં અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે બદલી દેવા પર થોડા દિવસો બાદ આ પ્રતિક્રિયા આવી છે.
130000 દર્શકોની ક્ષમતા વાળા સ્ટેડિયમના ઉદ્ધાટન પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમદાવાદને ભારતના સ્પોર્ટ્સ સીટીના રૂપમાં ગણાવવામાં આવશે. અન્ય તરફ ખેલ મંત્રીએ કહ્યું કે આ ન ફક્ત ક્રિકેટ પણ ભારતને માટે ગર્વની ક્ષણ છે. જો કે આ સૌથી મોટું ક્રિકેટ મેદાન છે પણ દુનિયાના સૌથી આધુનિક સ્ટેડિયમમાંનું પણ એક છે.
સ્ટેડિયમનું નામ બદલાતા વિપક્ષે કરી આલોચના
સ્ટેડિયમનું નામ બદલવાને લઈને વિપક્ષ દ્વારા આલોચના કરાઈ રહી છે. આ સમયે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટીકરણ આપ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ક્યારેય પણ સ્ટેડિયમથી જોડાયેલું ન હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક મોટા પરિસરનો ભાગ છે. જેનું નામ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે તેની જાણકારી આપતા પટેલે કહ્યું કે આ સ્ટેડિયમ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સ્વામિત્વમાં છે અને તેને હંમેશા મોટેરા સ્ટેડિયમના નામે ઓળખવામાં આવતું. આ માટે તેનું નામ બદલવાનો કોઈ સવાલ નથી. તેઓ નરેન્દ્ર મોદી હતા જેઓએ જીસીએ અધ્યક્ષ રહેતા સૌથી પહેલા જૂના સ્ટેડિયમને પાડીને નવું બનાવવાનો વિચાર કર્યો હતો.
The name of the Sports Complex is Sardar Patel Sports Enclave. Only the name of the Cricket Stadium, within the complex has been named after Narendra Modi.
Ironically, "The Family" , which never respected Sardar Patel, even after his death, is now making hue and cry. pic.twitter.com/DMmVtgxuzR
આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી હતી કે સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નામ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ છે. કોમ્પલેક્સની અંદર ફક્ત ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામે રખાયું છે. વિડંબના છે કે એ પરિવાર જેને ક્યારેય સરદારનું સમ્માન કર્યું નછી તે તેમના મૃત્યુ બાદ પણ ગીતો ગાઈ રહ્યા છે.